________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
શાસ્ત્રમાં વ્યવહારની પ્રધાનતાથી કથન કર્યું હોય એટલે વિદ્વાનો (-કોઈ પંડિતો) એને યથાર્થ સમજ્યા વિના વ્યવહારથી-રાગથી મોક્ષ થવાનું માને છે. જુઓ, શાસ્ત્ર ભણીને પણ એમાંથી આવું (વિપરીત) કાઢે છે! ૧૧ મી ગાથામાં તો પંડિત શ્રી જયચંદજીએ ભાવાર્થમાં છેલ્લે સુંદર ખુલાસો કર્યો છે કે-“પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો (-રાગનો) પક્ષ તો અનાદિકાળથી જ છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે.'' જુઓ, આ ભાવાર્થ ! શું ભાવાર્થ કર્યો છે જયચંદજીએ! આનું નામ તે પંડિત.
અહીં કહે છે કે ભગવાન ત્રિલોકીનાથ તીર્થંકરદેવની વાણીમાં વ્રત, નિયમ, શીલ, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જેટલા કોઈ શુભભાવ છે તે બધાયનો મોક્ષમાર્ગમાં નિષેધ કર્યો છે, એટલે કે તે મોક્ષમાર્ગ નથી. “આખોય નિષેધવામાં આવ્યો છે એમ કહ્યું છે ને! મતલબ કે વ્યવહાર કથંચિત્ લાભ કરે અને કથંચિત્ ના કરે એમ વાત નથી. “આખોય’ શબ્દ મૂકીને મોક્ષમાર્ગમાં કિંચિત્ પણ લાભ ન કરે એમ અર્થ સૂચિત કર્યો છે. અર્થાત્ વ્રતાદિના રાગમાં મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગમાં વ્રતાદિનો રાગ નહિ એમ સૂચિત કર્યું છે. સમજાણું કાંઈ? હવે એનું કારણ સમજાવે છે
“કારણ કે તે (મોક્ષહેતુ) અન્યદ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદગલસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી.'
જુઓ, વ્યવહાર છે તે અન્યદ્રવ્યના સ્વભાવમય છે, ચૈતન્યસ્વભાવમય નહિ. આ જે વ્રત, તપ, શીલ, સંયમ, ઉપવાસ, દેવ-ગુરુ-શાસ્ત્રનાં ભક્તિ-પૂજા-વિનય, શાસ્ત્ર-સ્વાધ્યાય ઇત્યાદિ બધાય જે શુભરાગ છે તે અન્ય દ્રવ્યના સ્વભાવમય છે અર્થાત્ પુદ્ગલસ્વભાવી છે, એમાં ચૈતન્યનો સ્વભાવ નથી. કેમકે તેના (રાગના, પુદ્ગલના) સ્વભાવ વડે જ્ઞાનનું ભવનપરિણમન થતું નથી તેથી વ્યવહારના ક્રિયાકાંડ વડે આત્માનો નિશ્ચય ધર્મ-મોક્ષ-માર્ગ પ્રગટ થતો નથી. અર્થાત્ વ્રતાદિ મોક્ષમાર્ગનું સાધન નથી.
પ્રશ્ન-વ્યવહારને સાધન કહ્યું છે ને?
ઉત્તરઃ- વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ સાધનનું નિરૂપણ આવે છે પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયથી નિરૂપવામાં આવે છે. ખરેખર તો સાધન એક જ પ્રકારે છે. વિકલ્પથી જુદો પડીને અંદર શુદ્ધ ચૈતન્યનું સાધન સાધે એ એક જ સાધન છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કે
“ “જે જે વસ્તુ સાધક હૈં, તેઊ તહાં બાધક હૈં,
બાકી રાગદોષકી દસાકી કાન બાતુ હું.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com