________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૬ ]
[ ૧૩૩
અહીં તો આ ખુલાસો કર્યો છે કે વ્રત, તપ આદિનો ભાવ અન્યદ્રવ્યના પુદ્ગલદ્રવ્યના સ્વભાવમય હોવાથી તેના વડે જ્ઞાનનું એટલે આત્માનું ભવન-પરિણમન થતું નથી અર્થાત્ વીતરાગી પરિણમન થતું નથી. તેથી તેના વડે મોક્ષમાર્ગ કેમ થાય? (ન થાય). ત્યારે
જયપુરમાં આ પ્રશ્ન થયો હતો કે-રાગ-દ્વેષના પરિણામ જીવના છે (જીવની પર્યાયમાં થાય છે ). એને પુદ્ગલના કેમ કહ્યા ?
સમાધાન - સમાધાન એમ છે કે-રાગ છે તે વસ્તુ-તત્ત્વ (-આત્માનો સ્વભાવ ) નથી. નીકળી જાય છે ને? જો રાગ આત્માનો સ્વભાવ હોય તો નીકળી ન જાય, આત્માથી ભિન્ન ન પડે, પણ નીકળી જાય છે તેથી તે અન્યદ્રવ્યના સ્વભાવમય છે. પુદ્ગલના ઉદયના સંગે થાય છે તેથી એ બધા પુદગલના જ છે એમ કહ્યું છે. આત્માની ચૈતન્યજાતિના નથી અને પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે તેથી રાગ બધા પુદ્ગલના જ છે એમ કહેવામાં આવ્યું છે. અહીં પુગલના કહીને એનાથી ભેદજ્ઞાન કરાવ્યું છે, સર્વ રાગ છોડાવ્યો છે.
ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વભાવી છે. અને વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ જડ પુદ્ગલસ્વભાવી છે. અહીં કહે છે-એ પુદ્ગલસ્વભાવી રાગ વડ ભગવાન આત્માનું નિર્મળ ચૈતન્યનું ભવન-પરિણમન થતું નથી. તેથી વ્રતાદિનો રાગ મોક્ષનું કારણ થઈ શકતું નથી. હવે આવો માર્ગ; દુનિયાથી સાવ જુદી ચીજ છે બાપુ! ભગવાન આત્મા તો નિર્મળ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. એમાં રાગ કયા નીકળી જાય છે માટે એ આત્માની ચીજ નથી. એ નીકળી જતાં એકલો ભગવાન દ્રવ્યસ્વભાવ, શુદ્ધ ચૈતન્ય, જ્ઞાન-આનંદ રહી જાય છે. આવા ચૈતન્યનો-શુદ્ધનો અનુભવ તે મોક્ષમાર્ગ છે, મોક્ષનું કારણ છે. જે નીકળી જાય તે મોક્ષનું કારણ કેમ થાય ? ન થાય.
અત્યારે તો લોકો ત૫ ને ત્યાગમાં ધર્મ માની બેઠા છે. વળી પાછું સમાચારપત્રોમાં આવે છે કે-આણે આટલા ઉપવાસ કર્યા, આણે આટલો ત્યાગ કર્યો, આણે બ્રહ્મચર્યના હાથ જોડયા, આ દશ વર્ષની બાલિકાએ પણ આઠ ઉપવાસ કર્યા, ૧૫ વર્ષની છોકરીએ મા ખમણ કર્યું, ઇત્યાદિ. અહો ! ધન્ય છે તેમને. અહીં કહે છે-એ બધી ક્રિયા પરના લક્ષણવાળી, ચૈતન્યના સ્વભાવથી રહિત, પુગલના સ્વભાવની ક્રિયા છે. તે ક્રિયા મોક્ષનું કારણ થતી નથી કેમકે તેના ( ક્રિયાના) સ્વભાવ વડે જ્ઞાનનું-આત્માનું ભવન થતું નથી. ભગવાન આત્માનું જ્ઞાન અને આનંદરૂપ થવું-પરિણમવું એ રાગની ક્રિયા વડે થતું નથી. ભારે આકરી વાત, ભાઈ ! પણ આ જ સત્ય વાત છે.
અરેરે ! આવી પરમ સત્ય વાત સાંભળવા મળે નહિ એણે કયાં જવું બાપુ! એના કયા i ઉતારા થશે? ભાઈ ! આ મોભા-આબરૂ બધા પડ્યા રહેશે. આ પાંચ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com