________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
પચાસ કરોડની મૂડી-ધૂળ બધી પડી રહેશે. બાપુ! એ ધૂળ ક્યાં તારી છે? અનંત જ્ઞાન અને અનંત આનંદની તારી પુજી તો અંદરમાં પડી છે. અરેરે ! સરોવરના કાઠે આવ્યો ને તરસ્યો રહી ગયો.
અહીં પુલના નિમિત્તે થયેલા વિકારને અન્યદ્રવ્યનો સ્વભાવ ગણીને એનાથી (વિકારથી) આત્માનો જે જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તેનું ભવન-પરિણમન થતું નથી એમ સિદ્ધ કર્યું. ભાઈ ! આ તો મૂળ મુદ્દાની રકમની વાત છે. એનો નિશ્ચય કર્યા વિના બધું (વ્રતાદિ) થોથેથોથાં છે.
હવે કહે છે માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.'
ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના સ્વભાવવાળો છે. એના પરિણમનમાં એકલું જે જ્ઞાન અને આનંદનું પરિણમન થાય એ જ મોક્ષનો હેતુ છે. ઓલું હુકમચંદજીનું આવે છે ને કે
“મેં જ્ઞાનાનંદ સ્વભાવી હૂં'
એમાં ખૂબ બધું આવે છે કે મારે રંગ, રાગ અને ભેદ સાથે લેશ પણ સંબંધ નથી. ભગવાન આત્મા ગુણી અને જ્ઞાન અને આનંદ એના ગુણ-એવો ગુણભેદ એકાકાર સ્વરૂપ ભગવાનમાં નથી. અહાહા....! ભગવાન આત્મા તો ગુણભેદય સ્પર્શતો નથી એવી અભેદ એકરૂપ ચીજ છે. આવા આત્માનું જ્ઞાનાનંદસ્વભાવે થવું-પરિણમવું એ મોક્ષમાર્ગ છે. બાકી બધું થોથેથોથાં છે. આવી વાત આકરી પડે પણ શું થાય? સત્ય તો જેમ છે તેમ જ છે.
ભાઈ ! આ તો ભગવાન જિનેશ્વરદેવ ત્રણ લોકના નાથ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષ જે કહેતા હતા તે અહીં દિગંબર સંતો કહે છે. કહે છે-અન્યદ્રવ્યના સ્વભાવ વડે મોક્ષનો હેતુ થાય એવી માન્યતા મિથ્યાદર્શન અર્થાત્ મહાપાપ છે; કેમકે પરમાર્થ મોક્ષનો હેતુ એકદ્રવ્યના સ્વભાવવાળો અર્થાત્ ચૈતન્યસ્વભાવી છે. તેના (ચૈતન્યના) સ્વભાવ વડ જ્ઞાનનું-આત્માનું ભવન-પરિણમન નિર્મળ વીતરાગભાવપણે-આનંદપણે થાય છે, કેમકે એક જીવદ્રવ્યસ્વભાવ વીતરાગસ્વભાવ છે. અહાહા..! એક ચૈતન્યદ્રવ્યના સ્વભાવે જે જ્ઞાતાપણે-આનંદપણેશાન્તિપણે–સ્વચ્છતાપણે–પ્રભુતાપણે જ્ઞાનનું-આત્માનું પરિણમન થાય એ જ મોક્ષનો હેતુ છે. જેણે શુદ્ધ ચૈતન્યથી વ્યાપ્ત ભગવાન આત્મા ઉપર દૃષ્ટિ મૂકી એનું પરિણમન શુદ્ધ ચૈતન્યમય થયું અને એનું એ પરિણમન મોક્ષનું કારણ છે.
દયા, દાન, વ્રતના પરિણામ પુદ્ગલસ્વભાવે હોવાથી તે નિષેધવામાં આવ્યા છે. એનાથી ભિન્ન એકદ્રવ્યસ્વભાવે-ચૈતન્યસ્વભાવે જે પરિણમન થાય તે મોક્ષનો હેતુ છે. ભગવાન આત્મા સ્વભાવથી દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ છે. તેનું સમ્યક દર્શન-જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com