________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૬ ]
[ ૧૩૫
ચારિત્રપણે જે આચરણ થાય, સ્વસ્વરૂપ આચરણ જે થાય તે મોક્ષનો હેતુ છે. તથા જેટલું પરસ્વરૂપ આચરણ તે બધું બંધનું કારણ છે. બહારમાં બબ્બે મહિનાના સંથારા કર્યા હોય એટલે જાણે કે સમાધિમરણ કર્યાં; પણ ભાઈ! ધૂળેય એમાં સમાધિમરણ નથી, સાંભળને. સમાધિમરણ કોને કહેવું બાપુ? જેને હજુ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નથી અને વ્રતાદિના રાગની ક્રિયાને ધર્મ માને છે તેને સમાધિ-મરણ કેવું? (તેને સમાધિમરણ હોતું નથી). કદાચિત્ શુભભાવ હોય તો સ્વર્ગમાં જાય, પણ એથી શું? સ્વર્ગમાં તો અભવી પણ જાય છે.
અજ્ઞાનીને શુભભાવ મિથ્યાત્વસહિત હોય છે. મિથ્યાશ્રદ્ધા સહિત શુભભાવ વડે ભાઈ! તું નવમી ત્રૈવેયક અનંતવા૨ ગયો, પણ ભવભ્રમણ ન મટયું. મિથ્યાત્વસતિ શુભભાવ વખતે ઘાતીનો તો બંધ થાય છે જ, સાથે અઘાતીનું પુણ્ય જે બંધાય છે તેના ફળમાં એકાદ ભવ સ્વર્ગ મળે કે મોટો રાજા વા શેઠીઓ થાય તોપણ શું? મિથ્યાત્વનું પરંપરા ફળ તો નિગોદ છે. સમજાણું કાંઈ...? આ મોટા કરોડપતિ-અજબપતિ શેઠીઆ દારૂ-માંસ ન ખાતા હોય એટલે નરકે તો ન જાય પણ સત્સમાગમ, સ્વાધ્યાય અને ચિંતન-મનનના અભાવે અશુભભાવના ફળમાં તિર્યંચમાં–ઢોરની ગતિમાં જ જાય. શું થાય ? એવા ભાવનું ફળ એવું જ છે.
પાલેજ દુકાન ઉપર સ્થાનકવાસીનાં પુસ્તકો-આચારાંગ, સૂત્રકથાંગ, દશા વૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે બધાં વાંચ્યાં હતાં. પણ જ્યાં આ સમયસાર હાથમાં આવ્યું ને જોયું (અવગાહ્યું) તો કહ્યું કે મોક્ષનો માર્ગ તો આમાં (દર્શાવ્યો) છે. બીજે તો એકલી ક્રિયાકાંડની
વાતો છે.
* ગાથા ૧૫૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ.’
જુઓ, આ ન્યાય આપ્યો-કે મોક્ષ એટલે સિદ્ધપદ આત્માને થાય છે માટે એનું કારણ પણ આત્મસ્વભાવમય જ હોવું જોઈએ. મતલબ કે જ્ઞાતા-દષ્ટાના વીતરાગી નિરાકુળ આનંદમય જે પરિણામ જે જીવસ્વભાવમય છે તે જ મોક્ષનું કારણ હોઈ શકે, અને છે. હવે કહે છે
‘જે અન્યદ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ?’
આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિનો ભાવ અન્યદ્રવ્યના સ્વભાવવાળો છે. રાગસ્વભાવી છે ને ? રાગ કાંઈ જીવસ્વભાવ છે? જો હોય તો રાગ નીકળી કેમ જાય? જુઓ, આ જે વીતરાગ થયા તેમને રાગ નીકળી ગયો ને વીતરાગતા રહી ગઈ. તેથી રાગ અન્યદ્રવ્યના સ્વભાવવાળો અને તેથી રાગથી આત્માનો મોક્ષ થઈ શકે નહિ, અર્થાત્ રાગ મોક્ષનું કારણ છે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com