________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૬
હવે આવી વાત સાંભળવા ન મળે એને ધર્મ થાય કે દિ? એક તો બાયડી-છોકરાં સાચવવાં અને ધંધો-વેપાર કરવો ઇત્યાદિ સંસારનાં કામ આડ બિચારો નવરો ન થાય અને કદાચિત્ માંડ નવરાશ લઈ સાંભળવા જાય તો મળે ઊંધું કે-વ્રત કરો, તપસ્યા કરો, સાધુને વહોરાવો, દાનમાં પૈસા વાપરો એટલે તમને ધર્મ થઈ જશે. હવે આમ ને આમ જિંદગી ચાલી જાય અને ચાર ગતિની રખડપટ્ટી ઊભી રહે. ભાઈ ! આ નવરાશ લઈને સમજવાનું છે હોં.
દુનિયામાં તો બે-પાંચ કરોડની સંપત્તિ હોય, ઘરે બે-ચાર દીકરા હોય અને બધાને રહેવાના આવાસ હોય એટલે લોકો તને ભાગ્યશાળી કહેશે પણ એ કાંઈ ભાગ્યશાળીનાં લક્ષણ નથી. એ તો ભોગશાળી એટલે ભાંગશાળી છે. જેમ ભાંગનું સેવન મનુષ્યને બેભાન-પાગલ બનાવે તેમ આ ભોગોનું સેવન તને પાગલ બનાવનારું છે. ભાગ્યશાળી તો એને કહીએ જેને આવી સત્ય વાત સાંભળવા અને સમજવા મળે. આ સમજ્યા વિના તો જિંદગી હારી જવાની છે બાપુ !
શ્વેતાંબરમાં ૩ર સૂત્રમાં એક વિપાકસૂત્ર છે. એમાં આવે છે કે દાન દેનારો મિથ્યાષ્ટિ હતો પણ સાધુ આવ્યા અને એણે એમને હરખથી ખૂબ આદર-સત્કાર કરીને આહાર વહોરાવ્યો અને સંસાર પરિત કર્યો. હવે આવી વાત તો તદ્દન ગપ-જૂઠી છે. મોટી ચર્ચા સંપ્રદાયમાં નીકળેલી ત્યારે કહ્યું હતું કે-પરદ્રવ્યના આશ્રયે સંસાર મટે એ વાત ત્રણકાળમાં સત્ય હોઈ શકે નહિ.
જેમ શ્વેતાંબરમાં શત્રુંજય-માહાભ્યનું પુસ્તક છે તેમ એક દિગંબર સાધુ પાસે સમ્મદશિખરજીના માહાભ્યનું પુસ્તક હતું. તે કહેતા હતા કે એમાં એમ લખ્યું છે કેસમ્મદશિખરજીની જાત્રા કરે એને ૪૯ ભવે મોક્ષ થાય. તો કીધું કે આ વીતરાગની વાણી નહિ. પદ્રવ્યના દર્શનથી સંસાર પરિત થાય એવી વાત ત્રણકાળમાં વીતરાગની વાણી ન હોય. અહીં તો એમ કહે છે કે-દયા, દાન, પૂજા, જાત્રા, આહાર-દાન ઇત્યાદિના ભાવ અન્યદ્રવ્યસ્વભાવી (–મુગલસ્વભાવી) હોવાથી સંસારનું કારણ છે; તે આત્માના મોક્ષનું કારણ કેમ થાય? મોક્ષ તો આત્માનો થાય છે તેથી તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. રાગ વિભાવસ્વભાવ છે; એનાથી મોક્ષનો હેતુ થાય અને સંસાર ઘટે એ ત્રણકાળમાં બને નહિ.
શ્વેતાંબરમાં એક જ્ઞાનસૂત્રમાં મેઘકુમારનો અધિકાર આવે છે. એમાં મેઘકુમારના જીવે પૂર્વે હાથીના ભવમાં સસલાની દયા પાળી, એનાથી સંસાર પરિત કર્યો એમ આવે છે. મેઘકુમારનો જીવ પૂર્વ ભવમાં હાથી હતો. તેણે કોઈ વખત વનમાં દવ લાગે ત્યારે બચવા માટે એક જોજન વિસ્તારમાં સાફસૂફી કરીને મંડપ કરેલો. એમાં એક વખત જંગલમાં ચારેકોર અગ્નિ લાગી. એટલે બધાં પ્રાણીઓ બચવા માટે મંડપમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com