________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૬ ].
[ ૧૩૭
આવીને ઊભાં રહી ગયાં. મંડપ પ્રાણીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. જરાય જગ્યા ના હતી. એવામાં એક સસલું આવ્યું. એ જ વખતે હાથીને પગે ખંજવાળ આવી અને જેવો ખંજવાળવા પગ ઊંચો કર્યો કે એ જગામાં સસલું ગરી ગયું. પછી જ્યારે પગ નીચે મૂકવા જતો હતો ત્યાં તો સસલું જોયું; એટલે અઢી દિવસ સુધી (દાવાનળ શમી ગયો ત્યાં સુધી) પગ એમને એમ ઊંચો રાખ્યો. આમ સસલાની દયા પાળી એટલે સંસાર પરિત કર્યો એવો પાઠ છે. અહીં કહે છે-અન્ય દ્રવ્યના સ્વભાવ વડ ત્રણકાળમાં સંસાર ઘટે નહિ. દયા આદિના ભાવ તો અન્યદ્રવ્યના સ્વભાવમય છે. તે વડે સંસાર કેમ પરિત થાય? (ન થાય).
માર્ગ આવો છે ભાઈ ! પણ બધો ફેરફાર થઈ ગયો, અને ભગવાનના નામે શાસ્ત્રો બનાવીને બિચારાઓને રઝળાવી માર્યા છે! અહીં તો એમ કહે છે કે-“શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે; માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે, માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે.'
જ્ઞાતા-દેટાના ચૈતન્યમય પરિણમન વડે મોક્ષનો હેતુ થાય છે અને રાગના પરિણમન વડે મોક્ષનો હેતુ થતો નથી. આ વાત છે. આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. એની રુચિ કરી એમાં જ નિમગ્ન થઈને પરિણમવું તે આત્મસ્વભાવી પરિણમન છે અને એ નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન જ મોક્ષનું કારણ થાય છે. વ્રતાદિના શુભકર્મરૂપ પરિણમન તો અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી તેના વડે આત્માનું પરિણમન થઈ શકતું નથી તેથી તે મોક્ષનું કારણ થઈ શકતું નથી.
સમુદ્રના તળિયે મોતી હોય છે. તેને લેવા લોકો સાધન સજ્જ થઈ તળિયે પહોંચે છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. તેની અંદર પૂરા તળમાં જ્ઞાન ને આનંદ અને શાંતિ વગેરે રત્નો પડ્યાં છે. અહીં કહે છે-ભગવાન! તું શુભાશુભને ભેદીને એના તળમાં જાને જ્યાં જ્ઞાન અને આનંદ ભર્યા છે? અહાહા...!
સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય; ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મુઠ્ઠીઓ ભરાય.'
ભગવાન જ્ઞાનસમુદ્ર પોતાના તળમાં ગુણરત્નો લઈને ઉછળી રહ્યો છે. ત્યાં જે ભાગ્યવાન એટલે ધર્મી પુરુષાર્થી જીવ છે તે અંતરમાં તળમાં પહોંચીને આનંદ, શાંતિ અને જ્ઞાનનાં રત્નોને પ્રાપ્ત કરે છે. તેથી તેને મોક્ષમાર્ગ મળે છે.
વળી–“સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય;
ભાગ્યહીન કર વાવરે, એની શંખલે મૂઠીઓ ભરાય.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com