________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ]
[ ૩૭૧
વ્યવહારરત્નત્રય એ ચીજ જુદી છે અને જાણનક્રિયાના આધારે જણાય તે આત્મા ચીજ જુદી છે. આગ્નવભાવ અને ચૈતન્યભાવ એકબીજાના કોઈ સંબંધી નથી. આસ્રવ પણ વસ્તુ છે તે પોતાપણે છે અને પરપણે એટલે જીવપણે નથી. આગળ કળશ ૨00 માં પણ આવશે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ છે જ નહિ.
એક વસ્તુની બીજી વસ્તુ નથી; કેમ? તો કહે છે-“કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે).'
શું કહે છે આ? કે શુદ્ધ આત્માના પ્રદેશો અને આસ્રવના પ્રદેશો તદ્દન ભિન્ન ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશો, પણ જેટલા અંશમાં આસ્રવ ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન કહ્યા છે.
લ્યો, લોકો તો કહે છે-આ વ્રત, તપસ્યા કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરોને થઈ ગયો ધર્મ. બાપુ! એ ધર્મ છે જ નહિ. એવા કલેશ તો અનંતવાર કર્યા પણ છાંટો પણ ધર્મ થયો નહિ. ભાઈ ! તને ખબર નથી પણ રાગ એ કલેશ છે, દુ:ખ છે ભગવાન!
જેમ આ આત્મા બીજા આત્માનો નથી, જેમ આત્મા શરીરમાં નથી અને શરીર આત્મામાં નથી તેમ, અહીં કહે છે-જે દયા, દાન, વ્રત આદિના વિકલ્પ ઉઠે છે તે રાગ છે અને તેનું ક્ષેત્ર-પ્રદેશો ભિન્ન છે અને આત્માના પ્રદેશો ભિન્ન છે. બે વસ્તુ જ ભિન્ન છે કેમકે બન્નેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે.
આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે, પણ જેટલા અંશમાંથી વિકાર ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. આમ આસ્રવના અને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી તેમને (બેને) એક સત્તાની અનુપત્તિ છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે-દ્રવ્ય એ પર્યાય નહિ અને પર્યાય એ દ્રવ્ય નહિ. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો (અંશો) પણ (ધ્રુવ આત્માથી) જુદા છે પણ અહીં એની વાત નથી, અહીં મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આસ્રવ થાય છે અને જેટલા અંશમાં સંવર-નિર્મળતા થાય છે એ બેના (આસ્રવ અને સંવરના) પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. ગજબ વાત છે ભાઈ ! આ માથાના વાળ નથી હોતા? એમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય છે; વાળ એક અને છેડા બે. એમાં બે છેડા ભિન્ન ન પડે, બે ફણગા હોય છતાં ચીરી ન શકાય. અહીં ( જ્ઞાનમાં) ચિરાય છે એની વાત છે. અલૌકિક વાત છે ભાઈ ! દિગંબર સંતો સિવાય આવી વાત બીજે કયાંય છે નહિ. અહો ! દિગબર સંતો તો કેવળીના કડાયતીઓ છે.
અહા! આવું દુર્લભ મનુષ્યપણું એને કયારે મળે અને ક્યારે એને આવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com