SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સાંભળવા મળે ? અરે! છતાં હજુ તે પાપમાંથી નવરો પડતો નથી. ધંધો-વેપાર અને બૈરાંછોકરાં સાચવવામાં અને ભોગ અને ભોગની સામગ્રીમાં આખો દિવસ પાપકાર્યમાં ગુંચાયેલો રહે છે, કદાચ એકાદ કલાક શાસ્ત્ર સાંભળવાનો વખત લે તો તે પણ શુભભાવ છે; એનાથી પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય. અરે ભાઈ! આ મનુષ્યપણું આમ ને આમ વેડફાઈ જાય છે. મિથ્યાદર્શન રહે તો આંખો મિંચાઈને તે કયાંય ચાલ્યો જશે. (૮૪ ના અવતારમાં એવો ખોવાઈ જશે કે પત્તો જ નહિ લાગે ). અહીં કહે છે-પુણ્ય-પાપના ભાવ બન્ને આસ્રવ છે અને (પોતાનાથી ) ભિન્ન ચીજ છે. એને પોતાના માનવા એ હિંસા છે. પ૨ની દયા પાળવાનો રાગ ઉઠે તે હિંસા છે અને એને પોતાનો માનવો તે મહાહિંસા (મિથ્યાત્વ) છે. રાગથી ભિન્ન પડી ભગવાન શાયકના આશ્રયે જાણનક્રિયા-વીતરાગી અવસ્થા થાય તે અહિંસા છે અને એ અહિંસાથી આત્મા જણાય છે. સમજાણું કાંઈ...? ‘કાંઈ ’ એટલે જે કહેવાય છે એની ગંધ પણ આવે છે કે? અહા ! આખું સમજાય એનો તો બેડો પાર થઈ જાય; મહા કલ્યાણ થઈ જાય. અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ ચૈતન્યબિંબ-અનંત ચૈતન્યપ્રકાશનો પિંડ છે; અને રાગ અંધકાર છે. રાગ નથી જાણતો પોતાને, નથી જાણતો જોડે રહેલા ચૈતન્યને; રાગ બીજા દ્વારા (ચૈતન્ય દ્વારા) જણાય છે. માટે રાગ છે તે જડ સ્વભાવ છે, અજીવ છે. ભાઈ ? જીવનું જીવન-ધર્મીનું જીવન તો સ્વ-અનુભવ છે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાનની પરિણતિ સહિત જીવવું એ જીવનું જીવન છે. રાગને કર્તવ્ય માનીને જીવવું એ તો મિથ્યાત્વનું જીવન છે, એ ચૈતન્યનું જીવન નથી. અહીં કહે છે -રાગ અને આત્માના પ્રદેશો ભિન્ન છે, રાગ અને નિર્મળ પરિણતિના અંશો ( પ્રદેશો ) પણ ભિન્ન છે. અહો! ભેદજ્ઞાનની આ અપૂર્વ વાત છે. અહીં સુધી એક વસ્તુની બીજી વસ્તુ નથી અને આસ્રવ અને આત્માની ભિન્ન ભિન્ન સત્તા છે એમ બે વાત થઈ. હવે ત્રીજી વાત ‘અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારઆધેય સંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ ) જ આધારઆધેય સંબંધ છે.' જુઓ શું કહે છે? એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી અર્થાત્ આત્માની આસવવસ્તુ નહિ હોવાથી વા આસ્રવ આત્મવસ્તુનો નહિ હોવાથી આત્મા સાથે આસ્રવને આધાર-આધેય સંબંધ નથી. રાગના-વ્યવહારરત્નત્રયના આધારે આત્મા જણાય કે આત્માના આધારે વ્યવહા૨૨ત્નત્રય-રાગ થાય એવો પરસ્પર આધારઆધેય સંબંધ છે નહિ. જાણનક્રિયા જે આત્માના સ્વરૂપભૂત છે તેમાં આત્મા જણાય છે. માટે આત્માને Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy