________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૪–૧૮૫ ]
[ ૪૦૧
પણ સ્વતંત્ર પોતાના ષટ્કારથી થાય છે. મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિ જે જે વિકારી પર્યાય થાય છે તે સ્વતંત્રપણે પોતાના ષટ્કા૨કથી થાય છે; કર્મને લઈને કે પોતાના દ્રવ્ય-ગુણને લઈને નહિ. આ વાત પંચાસ્તિકાયમાં ગાથા ૬૨ માં લીધી છે. વળી પ્રવચનસાર ગાથા ૧૬ માં પોતે ‘સ્વયંભૂ’ થાય છે એનું વ્યાખ્યાન કરતાં કહ્યું છે કે કેવલજ્ઞાન પણ પોતાના અભિન્ન કર્તા, કર્મ, કરણ આદિથી ઉત્પન્ન થયું છે, જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય થયો માટે ઉત્પન્ન થયું છે એમ નથી. નિર્મળ પરિણતિ પોતાના ષટ્કારકો વડે થઈ છે, એને ૫૨કા૨કોના અભાવની કોઈ અપેક્ષા નથી. તેવી જ રીતે વિકારને પણ પકારકોના સદ્દભાવની કોઈ અપેક્ષા નથી.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં જ આવે છે કે કર્મ અને આત્મા બન્ને એક સાથે છે (એકક્ષેત્રાવગાહે અને સમકાળે છે) છતાં કર્મ આત્માની પર્યાયને કરતાં નથી અને આત્મા કર્મની પર્યાયને કરતો નથી. કોઈ કોઈનું કર્તા છે જ નહિ આ સિદ્ધાંત છે.
તો પરસ્પર કાર્યકારણ સંબંધ છે એમ શાસ્ત્રોમાં આવે છે ને?
હા, આવે છે; પણ એનો અર્થ શું? એનો અર્થ એ છે કાર્ય તો ઉપાદાનથી જ થાય છે અને ત્યારે જે અનુકૂળ નિમિત્ત હોય છે તેને કારણનો ઉપચાર આપીને વ્યવહારથી બીજું કારણ કહેવામાં આવે છે. નિમિત્ત કારણ એટલે નિમિત્ત છે બસ એટલું જ; પણ નિમિત્ત કાર્યનું કર્તા છે એમ નહિ કોઈ પ૨નું કર્તા કદીય હોઈ શકતું નથી એ મૂળ સિદ્ધાંત છે. નિમિત્તથી કાર્ય થાય તો નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય. નિમિત્ત ઉપાદાન થઈ જાય અર્થાત્ નિમિત્ત રહે જ નહિ. ( બે ભિન્ન વસ્તુમાં કાર્યકારણસંબંધ કહેવો એ તો ઉપચારમાત્ર છે). સમજાણું કાંઈ?
ત્યારે વળી કોઈ એમ કહે છે કે-નિશ્ચયથી સ્વના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારથી પરના આશ્રયે થાય-જો એમ કહો તો અનેકાન્ત કહેવાય.
અરે ભાઈ ! એ અનેકાન્ત નથી, એ તો મિથ્યા અનેકાન્ત (ઉભયાભાસ) છે. સત્ય તો આ છે કે-રાગથી ભિન્ન પડે તેને ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન થાય અને રાગથી ન થાય. આનું નામ સાચું અનેકાન્ત છે.
અહીં કહે છે-જેને ભેદજ્ઞાન નથી તે અજ્ઞાની જીવ રાગને પોતાનો માનતો થકો રાગી થાય છે અને દ્વેષને પોતાનો માનતો થકો દ્વેષી થાય છે. પંચાધ્યાયીમાં આવે છે કે જેટલે દરજ્જે જીવને અનુકૂળતામાં રાગ છે તેટલે દરજ્જે તેને પ્રતિકૂળતા ઉપર દ્વેષ છે. જેમ શરીર પ્રત્યે જેટલો રાગ છે તેટલો જ શરીરમાં રોગ આવતાં તેને દ્વેષ થાય છે. પ્રશંસામાં જેટલે દરજ્જે રાગ છે તેટલો જ નિંદાના વચનોમાં દ્વેષ થાય છે. અનુકૂળતામાં હરખ અને પ્રતિકૂળતામાં અણગમાનું દુઃખ અજ્ઞાનીને ભેદજ્ઞાનના અભાવે થયા વિના રહેતું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com