________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪00 ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
તે પોતાના ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વરૂપને જાણતો નથી. અહાહા....! પોતે તો જાણવાદેખવાના સ્વભાવે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ છે. એક સમયની નિર્મળ જ્ઞાનની પર્યાયમાં આખા લોકાલોકને જાણે એવા સ્વભાવના સામર્થ્યથી ભરેલો છે. અરે! પણ અજ્ઞાની રાગને જ આત્મા માને છે, તેથી તે શુદ્ધ આત્માને બીલકુલ અનુભવતો નથી, પણ રાગને જ અનુભવતો થકો રાગી, ઢષી અને મોહી થાય છે.
માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે.' રાગથી ભિન્ન પડી અંતઃઅનુભવ કર્યા વિના, ભેદજ્ઞાન વિના તે રાગી થાય છે અને ભેદજ્ઞાન થતાં જ્ઞાની થાય છે. આત્મોપલબ્ધિનો આ જ માર્ગ છે.
ભાઈ ! વ્યવહારથી નિશ્ચય થાય એમ જે માને છે તે રાગનો બંધાણી મિથ્યાષ્ટિ મોહી છે. તે રાગને જ આત્મા માને છે અને રાગને જ અનુભવે છે. અહીં કહે છે જેમને ભેદવિજ્ઞાન નથી થયું તેવા અજ્ઞાની જીવો પ્રતિકૂળતા આવતાં રાગ-દ્વેષમાં જ રોકાઈ જશે અને તેથી મોહને જ પ્રાપ્ત થશે પણ શુદ્ધાત્માને પ્રાપ્ત નહિ થાય. રાગથી લાભ થાય એમ માનનાર અજ્ઞાની જીવા દયા, દાન આદિ શુભરાગમાં અને ક્રોધાદિ દ્રષમાં રોકાઈ જશે પણ શુદ્ધ આત્માને બીલકુલ અનુભવશે નહિ. જુઓને શબ્દ કેવા છે? કે અજ્ઞાની શુદ્ધ આત્માને બીલકુલ અનુભવતો નથી જ્યારે જ્ઞાની શુદ્ધ આત્માને જ અનુભવે છે.
વ્યવહાર હોય છે ખરો, પણ વ્યવહારથી ભેદજ્ઞાન પ્રગટતું નથી પણ વ્યવહારથી ભેદ પાડીને અંત:સન્મુખ થતાં ભેદજ્ઞાન પ્રગટ થાય છે. તેવી રીતે કાર્ય થવામાં નિમિત્ત હોય છે ખરું, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી; કાર્ય તો ઉપાદાનથી જ થાય છે.
ત્યારે કોઈ કહે છે- મોક્ષમાર્ગપ્રકાશકમાં તો એમ આવે છે કે –જીવમાં વિકાર કર્મના નિમિત્ત વિના થાય તો વિકાર જીવનો સ્વભાવ થઈ જાય. (માટે કાર્ય નિમિત્તથી થાય છે એમ ત્યાં કહેવા માગે છે).
સમાધાનઃ- ત્યાં આશય એમ છે કે વિકારના પરિણામ નિમિત્તના લક્ષે થાય છે, નિમિત્ત વિકાર કરાવે છે એમ આશય નથી. વળી વિકાર છે તો એક સમયની પર્યાયનો સ્વભાવ જ. વિકાર એક સમય માટે ધારી રાખેલો જીવનો વિભાવ-સ્વભાવ છે. વિભાવ પણ પર્યાયનો સ્વભાવ જ છે. સ્વભાવ એટલે અહીં ત્રિકાળી સ્વભાવની વાત નથી. (નિમિત્ત વિના થાય તો વિકાર સ્વભાવ થઈ જાય એમ જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું તે ત્રિકાળી સ્વભાવની વાત છે).
ક્રમબદ્ધથી લઈએ તો વિકાર જે કાળે થયો છે તે એનો સ્વકાળ છે, અને તે પોતાથી થયો છે. નિમિત્તના લક્ષે થયો છે એમ કહેવું એ વ્યવહાર છે. વિકારનું સમય-સમયનું પરિણમન પોતાના પકારકોથી સ્વતંત્ર થાય છે; તેમ નિર્મળ પર્યાયનું પરિણમન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com