________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ]
( અનુદુમ્ ) रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः ।
तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम् ।। ११९ ।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ યદ્યપિ] જોકે [સમયમ્ અનુસરન્તઃ] પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા ) એવા [ પૂર્વવન્દ્વા: ] પૂર્વબદ્ધ ( પૂર્વે અજ્ઞાનઅવસ્થામાં બંધાયેલા ) [ દ્રવ્યરૂપા: પ્રત્યયા: ] દ્રવ્યરૂપ પ્રત્યયો [ સત્તાં] પોતાની સત્તા [ન હિ વિનતિ ] છોડતા નથી ( અર્થાત્ સત્તામાં છે–હયાત છે), [ તવપિ] તોપણ [ સળતરા દ્વેષમો વ્યવાસાત્] સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી [ જ્ઞાનિન ] જ્ઞાનીને [ ર્મવન્ધ: ] કર્મબંધ [ ખાતુ] કદાપિ [ અવતતિ ન] અવતાર ધરતો નથી-થતો નથી.
ભાવાર્થ:- જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮.
હવે આ જ અર્થ દઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનકારૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થ:- [યત્] કારણ કે [ જ્ઞાનિન: રાદેવિમોહાનાં અસમ્ભવ: ] જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે [તત: વ] તેથી [અસ્ય વન્ય ન] તેને બંધ નથી; [હૈિં] કેમ કે [તે વન્યસ્ય દ્વારળમ્] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯.
*
*
*
સમયસાર ગાથા ૧૭૩ થી ૧૭૬ : મથાળુ
હવે, પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે:
[ ૨૯૫
* ગાથા ૧૭૩ થી ૧૭૬ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
પ્રથમ દૃષ્ટાંત આપે છે–જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે, વશ કરે છે...’
જુઓ, કોઈ બાળ કન્યા ૧૦-૧૨ વર્ષની પરણેલી હોય તે તેના પતિને ઉપભોગ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com