________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
कथं ज्ञानी निरास्रव इति चेत्
ગાથા-૧૭૦
चउविह अणेयभेयं बंधंते णाणदंसणगुणेहिं ।
समए समए जम्हा तेण अबंधो त्ति णाणी दु । । १७० ।।
चतुर्विधा अनेकभेदं बध्नन्ति ज्ञानदर्शनगुणाभ्याम् ।
समये समये यस्मात् तेनाबन्ध इति ज्ञानी तु ।। १७० ।।
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ
ચવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી,
બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦.
ગાથાર્થ:- [યમાત્] કારણ કે [ ચતુર્વિધા: ] ચાર પ્રકારના દ્રવ્યાસવો [જ્ઞાનવર્શનમુળાખ્યાન્] જ્ઞાનદર્શનગુણો વડે [ સમયે સમયે] સમયે સમયે [અનેમેવું] અનેક પ્રકારનું કર્મ [ વઘ્નન્તિ ] બાંધે છે [ તેન ] તેથી [ જ્ઞાની તુ] જ્ઞાની તો [અવન્ધ: રૂતિ] અબંધ છે.
ટીકા:- પ્રથમ, જ્ઞાની તો આસ્રવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાસ્રવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્દગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.
*
*
*
સમયસાર ગાથા ૧૭૦ : મથાળુ
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે ?-તેના ઉત્તરની ગાથા કહે છે.
અહાહા...! શુદ્ધચિદાનંદસ્વરૂપ અખંડ એક જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની દૃષ્ટિ અને અનુભવ જેને થયાં તે જ્ઞાની છે, ધર્મી છે. તેને જ્ઞાની કહો, ધર્મી કહો વા સમ્યગ્દષ્ટિ કો-એ બધું એકાર્થવાચક છે. એવા જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આસવનો અભાવ છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના શુભભાવ હો કે હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસનાના અશુભભાવ હો-બન્ને ભાવ આસ્રવ છે. જ્ઞાની એનાથી રહિત છે. વળી જડકર્મ-દ્રવ્યાસવોથી તે સ્વભાવથી જ ભિન્ન છે. આ વાત આગળની ગાથાઓમાં આવી ગઈ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com