________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
હવે અહીં શિષ્ય પૂછે છે કે જ્ઞાની નિરાન્સવ કઈ રીતે છે? બસ, જ્ઞાની થયો એટલે નિરાગ્નવ થઈ ગયો? આવી આશંકા પૂર્વક પૂછે છે તેને આ ગાથામાં ઉત્તર આપવામાં આવે છે.
* ગાથા ૧૭૦: ટીકા ઉપરનું પ્રવચન *
પ્રથમ, જ્ઞાની તો આગ્નવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાસ્રવ જ છે.” ધર્મી જીવને પુણ્ય-પાપરૂપ આગ્નવભાવ કરવાનો અભિપ્રાયમાં અભાવ છે. આસ્રવભાવ કરવા લાયક છે એવા અભિપ્રાયથી જ્ઞાની રહિત છે; તેથી તેને નિરાસ્રવ કહેવામાં આવે છે.
જેને સમકિત થયું છે, સમ્યજ્ઞાન થયું છે એવા ધર્મી જીવને શુભાશુભ ભાવની ભાવના નથી, શુભાશુભ ભાવ કરવાનો અભિપ્રાય નથી. અહાહા..! ધર્માત્માને દયા, દાન, ભક્તિ આદિ શુભભાવ કરવા યોગ્ય છે એમ અભિપ્રાય નથી. ગજબ વાત છે! શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે. તેનાં શ્રદ્ધાન-રુચિ અને આશ્રય જેને થયાં છે તેને શુદ્ધ ચૈતન્યસ્વભાવની એકાગ્રતાની ભાવનામાં પુણ્ય-પાપની ભાવનાનો અભિપ્રાયમાં અભાવ છે. અહો ! ભગવાનની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અહીં સમયસારમાં આચાર્ય કુંદકુંદદેવે કહ્યું છે. વાહ! સંતો ભગવાનના આડતિયા થઈને ભગવાનનો સંદેશ જગત સમક્ષ જાહેર કરે છે.
કહે છે-ભાઈ ! ૮૪ ના જન્મ-મરણના ફેરા મટાડવાનો ઉપાય અંદર જે પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચિદાનંદઘન પરમાત્મા પ્રભુ પડ્યો છે તેની દષ્ટિ-ચિ અને અભિપ્રાય બાંધવો તે છે. ધર્મનું પ્રથમ પગથિયું સમ્યગ્દર્શન છે, અર્થાત્ ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે.
નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞપણું-એ બધાની ઉપેક્ષા અને પૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માની અપેક્ષા અને તે પૂર્વક શુદ્ધ આત્માનો અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. સમકિતી જાણે છે કે-હું શરીર, મન, વાણી કે પુણ્ય-પાપ કે અલ્પજ્ઞ નથી, હું તો ચૈતન્યરસકંદ પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન છું. ભગવાનને જે પર્યાયમાં સર્વશપણું પ્રગટ છે તે કયાંથી આવ્યું? અંદર આત્મામાં સર્વશપણાનો સ્વભાવ પડ્યો છે તો બહિર્મુખ વલણનો ત્યાગ કરી અંતર્મુખ વલણ વડે તેની પ્રતીતિપૂર્વક પરિપૂર્ણ અંતર-એકાગ્રતા કરવાથી તે પ્રગટ થયું છે.
અહીં કહે છે-ધર્મીને અંતરમુખ વલણ હોવાથી અભિપ્રાયમાં શ્રદ્ધાનમાં આસ્રવ એટલે પુણ્ય-પાપના ભાવની ભાવના-એટલે તે ભલા છે, કરવા યોગ્ય છે એવી ચિંતવના-નો અભાવ છે. પુણ્ય-પાપના ભાવ જ્ઞાનીને આવે છે ખરા, પણ તે કરવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com