________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૦ ]
[ ૨૬૯
લાયક છે એવો ભાવ તેના અભિપ્રાયમાંથી છૂટી ગયો છે. આ કારણથી જ્ઞાની નિરાસ્રવ જ છે. જોયું ‘જ’ લીધું છે. અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાની નિરાસ્રવ જ છે. હવે કહે છે
‘પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્દગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.'
પૂર્વનાં જડ કર્મ ઉદયમાં આવતાં જ્ઞાનીને જરા (થોડાં) નવાં કર્મ બંધાય છે તેમાં જ્ઞાનગુણનું (જઘન્ય ) પરિણમન જ કારણ છે; અર્થાત્ જીવના જ્ઞાનગુણની ક્ષયોપશમય દશા જ બંધનું કારણ છે. વસ્તુ-આત્મા અને એની દ્દષ્ટિ બંધનું કારણ નથી. અભિપ્રાય બંધનું કારણ નથી તો બંધનું કારણ શું છે? તેનો આ ખુલાસો કર્યો કે કમજોરીના કારણે જ્ઞાનની જે હીણી દશા પરિણમે છે તે બંધનું કારણ છે.
અહો ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. દુનિયા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાને કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાને સમકિત માને છે પણ એ (માન્યતા) અયથાર્થ છે, વિપરીત છે. મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞ ૫૨માત્મા બિરાજે છે તે એમ ફરમાવે છે કે-જેને પોતાના શુદ્ધ ચૈતન્યમય આત્માનો દૃષ્ટિમાં સ્વીકાર-સત્કાર થયો છે એવા જ્ઞાનીને અભિપ્રાયમાં આસ્રવ
કરવાનો ભાવ છૂટી ગયો છે. પણ આ સ્થિતિમાં જે અલ્પ કર્મબંધન થાય છે તે પૂર્વકર્મના ઉદયમાં જે વર્તમાન જ્ઞાનની પરિણિત થોડી કમજોરીથી જોડાય છે તે કારણ છે. જ્ઞાનગુણની હીણી–ક્ષયોપશમ દશા જ ત્યાં બંધનું કારણ છે. એ હીણી દશા સક્તિનો વિષય કે સમકિતનું કારણ નથી.
[પ્રવચન નં. ૨૩૪
*
દિનાંક ૧૭–૧૧–૬૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com