________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪ ]
પ્રવચન રત્નાકર ભાગ-૬
અને પાછી એની રુચિ છોડી રાગના મહિનામાં ચાલ્યો જાય તો રાગાદિનો સદ્ભાવ થવાથી તે અવશ્ય નવાં કર્મ બાંધે છે. અહીં મિથ્યાત્વસહિતના રાગાદિની વાત છે.
“ટીકામાં જે એમ કહ્યું છે કે- “ દ્રવ્યપ્રત્યયો પુલકર્મને બંધરૂપે પરિણાવે છે'' તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે “દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્મણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે.'' મતલબ કે નવાં કર્મ પોતે પોતાથી બંધાય છે–પરિણમે છે ત્યારે જૂનાં કર્મને નિમિત્ત કહેવામાં આવે છે.
હવે આવી વ્યાખ્યા સાંભળવાની-સમજવાની નવરાશ કોને છે? છોકરાઓ લૌકિક ભણવામાં મશગુલ છે. વેપારીઓ વેપારમાં મશગુલ છે અને નોકરિયાતો નોકરીમાં મશગુલ છે. પણ ભાઈ ! આ સમજ્યા વિના જીવન હારી જઈશ હોં. અનંતકાળે મનુષ્યભવ મળે છે; એ ફરી-ફરીને મળવો મુશ્કેલ છે. આ ભવ તો ભવના અભાવનું ટાણું છે ભાઈ ! એ ભવનો અભાવ થાય કયારે? કે જેમાં ભવ અને ભવનો ભાવ નથી એવા નિજ ચૈતન્યમય આત્માનો આશ્રય લે ત્યારે ભવનો અભાવ થાય છે. આ ચૈતન્યમય આત્મા એ તારું નિજ ઘર છે. તેમાં તું જા. દોલતરામજીએ ભજનમાં કહ્યું છે ને કે
હમ તો કબહું ન નિજ ઘર આયે, પરઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે.
અહા! અમે વાણિયા, અમે શેઠ, અમે વેપારી, અમે પુરુષ, અમે સ્ત્રી, અમે પુણ્યશાળી, અમે ધનવાન, અમે રંક, અમે પંડિત, અમે મૂર્ખ-એમ અનેક સ્વાંગ રચીને ભગવાન! તું મહા કલંકિત થયો. એ બધું નિજઘરમાં કયાં છે ભાઈ ? નિજઘર તો એકલું ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્ય આનંદનું ધામ છે. બસ એમાં જા જેથી તને ભવનો અભાવ થશે.
હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે:
* કળશ ૧૨૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
આ કળશમાં એકલું માખણ ભર્યું છે. ભગવાન! તારા ઘરમાં શું છે એ જો તો ખરો એમ કહે છે.
ત્ર' અહીં ‘રૂમ વ તાત્પર્યમ' આ જ તાત્પર્ય છે કે “શુદ્ધનય: દિ દેય:' શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી. લ્યો, આ આખા આસ્રવ અધિકારના મર્મનું રહસ્ય કહ્યું. શું? કે “શુદ્ધનય: ન હિ હેય:’–પરમાનંદના નાથ શુદ્ધ ચૈતન્ય ભગવાનને ઉપાદેયપણે જાણ્યો તે છોડવા યોગ્ય નથી. પોતે શુદ્ધ ચિદાનંદમય પરમાત્મસ્વરૂપ છે. એને જાણીને જે એનો આશ્રય લીધો તે ત્યાગવા-યોગ્ય નથી એમ કહે છે.
આ સિવાય બે-પાંચ કરોડ કે અબજની ધૂળ (સંપત્તિ) ભેગી થાય તો તે કાંઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com