________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
આ જ માર્ગ દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે.'
અહીં વ્યવહાર કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે એમ ન કહ્યું, પણ સ્વરૂપની એકાગ્રતા વધારતાં વધારતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?
“કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસ્રવ છે.' જોયું? જ્ઞાની તો હતો પણ કેવળજ્ઞાન પ્રગટે સાક્ષાત્ જ્ઞાની થયો અને ત્યારે તે સર્વથા-સર્વ પ્રકારે નિરાસ્રવ છે. સમ્યગ્દષ્ટિ (ચોથે ગુણસ્થાનકે) મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ નિરાફ્સવ હતો અને કેવળજ્ઞાન પ્રગટતાં પૂર્ણ સાક્ષાત્ જ્ઞાની થયો ત્યારે તે સર્વ પ્રકારે નિરાસ્રવ છે. આવી વાત છે. સમજાણું કાંઈ.....?
પ્રશ્ન- આપ તો સમજવું-સમજવું-સમજવું -બસ એટલું જ કહો છો, કરવાનું તો કાંઈ કહેતા નથી.
ઉત્તર- ભાઈ ! સમજવું એ શું કરવું નથી? ખરેખર એ જ એનું કરવું અને એ જ એનું કાર્ય છે. સ્વયાકારે જે જ્ઞાન (સમજવું) થાય તે જ્ઞાનને જ અહીં જ્ઞાન કહ્યું છે. અસ્થિરતાથી પછી પર તરફ લક્ષ જાય છે ત્યારે રાગાદિ સહિત પરજ્ઞયનું જ્ઞયાકાર પરિણમન થાય છે. પરને શેય બનાવીને જે જ્ઞયનું જ્ઞાન થયું તે પોતાનું જ્ઞાન છે પણ તે રાગાદિ સહિત છે. તેથી અહીં તો સ્વયમાં એકાગ્ર થઈને તેને જ જાણવું-દેખવું અને આચરવું એમ કહ્યું છે.
“જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાગ્નવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાગ્નવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષા સમજતાં એ સર્વ કથન યથાર્થ છે.'
ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે તો ખરો, પણ બુદ્ધિપૂર્વકના અજ્ઞાનમય રાગના અભાવની અપેક્ષાએ તેને રાગ નથી અર્થાત્ તે નિરાસ્રવ છે એમ કહ્યું. સર્વથા નિરાસ્રવ તો કેવળજ્ઞાન પ્રગટ થયે જ થાય છે. આમ જે વિવક્ષા છે તે યથાર્થ સમજતાં બંને કથન બરાબર છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
* કળશ ૧૧૬ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * લાત્મા યુવા જ્ઞાની ચાત તવા' આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે... . જુઓ, એકાંત રાગને જ્યાંસુધી અનુભવે છે ત્યાં સુધી આત્મા અજ્ઞાની છે. પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com