________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૨ ]
| [ ૨૮૭
જ્યારે તે પોતાના જ્ઞાનસ્વભાવનો અનુભવ કરે છે ત્યારે તે જ્ઞાની થાય છે. એ રીતે જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે
સ્વયં” પોતે નિવૃદ્ધિપૂર્વમ્ સમર્થ રા' પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને “નિશ સંન્યચન' નિરંતર છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો... .
જુઓ, આત્મા જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તેને પહેલાં જે રુચિપૂર્વક રાગ થતો હતો તે સમગ્ર છૂટી જાય છે. વળી ‘મવુદ્ધિપૂર્વમ' જે અબુદ્ધિપૂર્વક રાગ છે-રુચિ નથી છતાં રાગ થાય છે તે 'િ તેને પણ “નેતું' જીતવાને “સ્વશમિ પૂશન' સ્વશક્તિને સ્પર્શતો થકો એટલે કે જ્ઞાનસ્વભાવી એવા નિજ પરમાત્માને સ્પર્શતો થકો રાગને ટાળે છે. પોતાના ચૈતન્યમહાપ્રભુમાં એકાગ્ર થતો તે અબુદ્ધિપૂર્વક રાગને ટાળે છે. વ્યવહારના ક્રિયાકાંડ કરતાં રાગને ટાળે છે એમ નહિ; વા કર્મ ટળે-હુઠી જાય તો રાગ ટળે એમ પણ નહિ. જ્ઞાનીને વ્યવહારનો જે (યથાસંભવ) રાગ આવે છે તેની એને રુચિ નથી. એ રાગને તે ઉગ્ર આત્મએકાગ્રતા કરીને ટાળે છે.
ઘણા વખત પહેલાં એકવાર ચર્ચામાં પ્રશ્ન થયેલો કે-રાગ કેમ ટળે? ત્યારે (સામાવાળા) કહે કે પ્રતિબંધક કારણ એવું કર્મ ટળે તો રાગ ટળે. તો કહ્યું
અરે ભાઈ ! પરદ્રવ્ય (જડા એવાં દ્રવ્યકર્મ) અને આત્માને સંબંધ શો? (પરસ્પર અડવાનોય સંબંધ નથી). ભાઈ ! કર્મ ટળે તો રાગ ટળે એવી માન્યતા તો મૂળમાં ભૂલ છે, તદ્દન વિપરીત દષ્ટિ છે, અજ્ઞાન છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યને-અનંત અનંત શક્તિવાન ચિદાનંદઘનસ્વરૂપ આત્માને સ્પર્શવાથી રાગ ટળે. આને સિદ્ધાંત કહેવાય. સ્વના આશ્રયે રાગ ટળે એ સિદ્ધાંત છે. સ્વના આશ્રયે વીતરાગતા પ્રગટે અને જેટલી વીતરાગતા પ્રગટે એટલો રાગનો અભાવ થાય. અહો ! આ અલૌકિક સિદ્ધાંત છે !
જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને સ્પર્શતાં એટલે એમાં એકાગ્ર થતાં પ્રથમ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય ટળે છે, ત્યારે જીવ જ્ઞાની થાય છે. પછી જે અબુદ્ધિપૂર્વકનો રાગ બાકી રહે છે તે પણ સ્વનો ઉગ્રપણે આશ્રય કરવાથી ટળે છે; આવી વાત છે.
કેટલાક કહે છે કે વિકાર બેથી થાય, આત્માથી પણ થાય અને કર્મથી પણ થાય, જેમ દીકરો માં અને બાપ બેથી થાય છે, એકથી નહિ તેમ.
અરે ભાઈ ! એ તો (પુદગલ કર્મ) પરમાણુનું જ્ઞાન કરવાની વાત છે. બાકી રાગ
થી એકથી જ થાય છે. રાગ પોતાના પટકારકરૂપ પરિણમનથી થાય છે અને નિર્વિકારી પરિણામના પકારકનું પરિણમન થતાં તે (રાગ, ભાવકર્મ) ટળી જાય છે. જડ-દ્રવ્યકર્મ ટાળવાની વાત નથી. કર્મ જડ તો એને કારણે ટળે છે અને એને કારણે રહે છે. અહીં કહ્યું ને કે-“સ્વશક્તિ મ્યુશન” સ્વશક્તિ કહેતાં પોતાનો જે શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com