________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫૧
अथ ज्ञानं मोक्षहेतुं साधयति
परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी। तम्हि ट्ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं ।। १५१ ।।
परमार्थः खलु समयः शुद्धो यः केवली मुनिर्ज्ञानी। तस्मिन् स्थिताः स्वभावे मुनयः प्राप्नुवन्ति निर्वाणम्।। १५१ ।।
હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે:
પરમાર્થ છે નક્કી, સમય છે, શુદ્ધ, કેવળી, મુનિ, શાની છે, એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧.
ગાથાર્થઃ- [વ7] નિશ્ચયથી [૧] જે [પરમાર્થ: ] પરમાર્થ (પરમ પદાર્થ ) છે, [ સમય: ] સમય છે, [ શુદ્ધ: ] શુદ્ધ છે, [ રેવતી ] કેવળી છે, [ મુનિ ] મુનિ છે, [ જ્ઞાની ] જ્ઞાની છે, [ તસ્મિન સ્વમાવે] તે સ્વભાવમાં [રિચતા: ] સ્થિત [મુન:] મુનિઓ [નિર્વાનં] નિર્વાણને [ પ્રાનુવત્તિ] પામે છે.
ટીકાઃ- જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે. તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ (-પરમ પદાર્થ) છે-આત્મા છે. તે (આત્મા) એકીસાથે (યુગ૫૬) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તેસ્વરૂપ હોવાથી સમય છે, સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે, કેવળ ચિત્માત્ર વસ્તુ સ્વરૂપ હોવાથી કેવળી છે, ફકત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, “સ્વ” ના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ (પોતાથી જ ) ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સદ્દભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત્-સ્વરૂપ જ હોય છે. આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી (–નામ જાદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે ).
ભાવાર્થ:- મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે.
* ભવન હોવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com