SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૬૮ ] [ ૨૫૧ (શાતિની) भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिवृत्त एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौधान् एषोऽभावः सर्वभावास्रवाणाम्।।११४ ।। શ્લોકાર્થઃ- [ નીવચ] જીવને [ 5 ] જે [ ૨ષનોદે: વિના ] રાગદ્વેષમોહ વગરનો, [ જ્ઞાનનિવૃત્ત: gવ ભાવ: ] જ્ઞાનથી જ રચાયેલો ભાવ [ચાતુ] છે અને [ સર્વાન દ્રવ્યવર્ણાશ્વયોધન ન] જે સર્વ દ્રવ્યકર્મના આસવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, [gs: સર્વ-માવાઝવામ્ નમાવ:] તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાગ્નવના અભાવસ્વરૂપ છે. ભાવાર્થ- મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસ્રવના અભાવસ્વરૂપ છે. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાન્સવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪. સમયસાર ગાથા ૧૬૮ મથાળું હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે: રાગાદિ એટલે મિથ્યાત્વ અને રાગ-દ્વેષ સાથે નહિ મળેલા એવા જ્ઞાનમય ભાવની ઉત્પત્તિ બતાવે છે; અર્થાત્ ભગવાન ચૈતન્યનો દરબાર જે અનંત અનંત જ્ઞાન અને આનંદથી ભરેલો છે તેને પ્રગટ કરનારો, રાગાદિ સાથે નહિ મળેલો એવો જે સ્વભાવભાવ-જ્ઞાનમય ભાવ તેની ઉત્પત્તિ પ્રસિદ્ધ કરે છે * ગાથા ૧૬૮: ટીકા ઉપરનું પ્રવચન * જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડયું થયું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ..” જુઓ, ધ્યાન રાખીને સાંભળવા જેવી બહુ મઝાની વાત કરી છે. કહે છે-પાકું ફળ એકવાર ડીંટાથી છૂટું પડી જાય પછી તે ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી. આ દષ્ટાંત કહ્યું. હવે કહે છે “તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવભાવને પામતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy