________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
अथ रागाद्यसङ्कीर्णभावसम्भवं दर्शयति
पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे। जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि।। १६८ ।।
पक्वे फले पतिते यथा न फलं बध्यते पुनर्वृन्तैः। जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति।। १६८।।
હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે:
ફળ પકવ ખરતાં, વૃત સહ સંબંધ ફરી પામે નહીં, ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮.
ગાથાર્થ-[ યથા] જેમ [પકવે જો] પાકું ફળ [તિરે ] ખરી પડતાં [પુન: ] ફરીને [ H] ફળ [વૃન્ત ] ડીંટા સાથે [ વધ્યતે] જોડાતું નથી, તેમ [ નીવર્ચ] જીવને [ 5માવે] કર્મભાવ [પતિતે] ખરી જતાં (અર્થાત છૂટો થતાં) [ પુન:] ફરીને [૩યમ્ ન Qતિ] ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી).
ટીકા:- જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું થયું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ- જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયર્દષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયર્દષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સુકાવાયોગ્ય છે.
હવે, “જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાન્સવનો અભાવ છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com