________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
આકાંક્ષાથી બસ થાઓ, અમને વિશેષ-વિશેષ જાણપણાની જરૂર નથી; અમને તો અમારા સ્વરૂપમાં જ નિશ્ચય એકાગ્ર થવું છે.
ભાઈ ! તું એકલો જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંજ, જ્ઞાનનું સ્થાન-ધામ છો. અહાહા..! જ્ઞાનસ્વરૂપ જ આખી ચીજ છે. એવા સ્વરૂપનો આશ્રય કરીને ‘યે' જેઓ ‘સવા રવ' સદાય પ્રથમ વ’ એકાગ્રપણાનો જ “નયત્તિ' અભ્યાસ કરે છે તે' તેઓ ‘સતત' નિરંતર
IITમુpમનસ: ભવન્ત:' રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા, ‘વવિધુરં સમયચ સાર’ બંધરહિત એવા સમયના સારને “પત્તિ ' દેખે છે-અનુભવે છે.
શું કહ્યું? કે સ્વરૂપનો આશ્રય કરીને તેમાં જ એકાગ્રતાનો અભ્યાસ કરવો તે કર્તવ્ય છે. મહાવ્રતાદિનું પાલન કરવું તે કર્તવ્ય છે એમ નહિ. મહાવ્રતાદિ પાળવાં એ તો રાગ છે, એ રાગ કર્તવ્ય કેમ હોય? અહીં તો કહે છે-સ્પષ્ટ કહે છે કે જેઓ સ્વરૂપનો આશ્રય કરીને અંતરએકાગ્રતાનો અભ્યાસ કરે છે તેઓ રાગાદિરહિત ચિત્તવાળા વર્તતા થકા બંધ-વિધુર એટલે બંધરહિત એવા સમયસારને પામે છે અંતરમાં પરિપૂર્ણ એકાગ્ર થતાં પૂર્ણ કેવળજ્ઞાનને પામે છે.
લોકમાં પતિ મરી જાય તેને વિધવા કહે છે અને પત્ની મરી જાય તેને વિધુર કહે છે. અહીં બંધ-વિધુર એટલે બંધરહિત સ્વભાવના આશ્રયે જેને બંધ મરી જાય-નાશ પામી જાય તેને બંધ-વિધુર કહે છે. બંધ-વિધુર ભગવાન સમયસારને દેખે છે એટલે કે અંતરમાં એકાગ્રતાની પૂર્ણતા થતાં બંધનો સર્વથા અભાવ થઈને કેવળજ્ઞાનને પામે છે.
અહા ! અધ્યાત્મની આવી વાત ઘણાને ઝીણી પડે એટલે બહારમાં વ્રત પાળવાં, સંયમ પાળવો, પર જીવોની રક્ષા કરવી ઇત્યાદિમાં તેઓ તણાઈ જાય છે. પરંતુ ભાઈ ! એવી ક્રિયા તો એણ અનંતવાર કરી છે. ભગવાન! તું તારી (અંદર રહેલા ચૈતન્ય ભગવાનની) દરકાર કરી નથી. અંતરમાં ચૈતન્યહીરલો અનંત અનંત શક્તિ-ગુણના પાસાથી ચમકી રહ્યો છે. અહા ! તે કયાં છે, કેવો છે, કેવડો છે અને કેમ જણાય તેની તે કદીય ખબર નથી કરી! પરિણામે અનેકવિધ બહારની ક્રિયાઓ કરવા છતાં તને સંસાર-પરિભ્રમણ મટયું નહિ.
પ્રશ્ન:- તો શું અહિંસાદિ ધર્મ નથી ?
ઉત્તર- ભાઈ ! અહિંસા તે ધર્મ છે, પણ ભગવાન મહાવીરે કોને અહિંસા કહી છે તે લોકો જાણતા નથી. ભગવાન! રાગથી પૃથક ચૈતન્યતત્ત્વ જે રીતે છે તેને એ રીતે પર્યાયમાં પ્રગટ કરવું (શ્રદ્ધવું, જાણવું ને આચરવું) એનું નામ અહિંસા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com