________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ]
[ ૩૨૭
છે. અંતરમાં રહેલા ત્રિકાળી વીતરાગભાવને પર્યાયમાં પ્રગટ કરવો એનું નામ અહિંસા છે અને તે ધર્મ છે.
પરની દયા પાળવાનો ભાવ એ તો રાગ અને હિંસા છે. એવી જ રીતે સત્યાગ્રહ કરી બીજાને દબાણમાં લેવા એ ભાવ પણ રાગ હોવાથી હિંસા છે. અરે ભાઈ ! જે ભાવે તીર્થંકરગર બંધાય કે જે ભાવે સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાય તે ભાવ શુભરાગ છે અને તે અપરાધ છે કેમકે રાગ છે તે આત્મસ્વભાવની હિંસા કરનારો ભાવ છે. ભગવાને તો રાગની અનુત્પત્તિ અને વીતરાગતાની ઉત્પત્તિને અહિંસા કહી છે.
વસ્તુ પોતે સ્વરૂપથી જ અહિંસકસ્વરૂપ એટલે કે વીતરાગસ્વરૂપ છે, એની દષ્ટિ અને એમાં સ્થિરતા થતાં પર્યાયમાં જે વીતરાગતા પ્રગટ થાય તે અહિંસા છે. સમ્યકત્વાદિની વીતરાગી પરિણતિ તે અહિંસા છે. આવી અહિંસાની પરિણતિ કયાંથી આવી ? અહિંસકસ્વરૂપ જે ત્રિકાળી આત્મા છે ત્યાંથી (તેનો આશ્રય કરવાથી) આવી છે, રાગમાંથી કે પર નિમિત્તમાંથી નહીં.
ભગવાન મહાવીરે કોઈનુંય ભલું કે ભૂંડ કર્યું નથી. એમણે તો પોતાનો (આત્માનો) જે અનાદિ અહિંસક સ્વભાવ છે તેને પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ કર્યો છે. એટલે તો ભગવાન વીતરાગ-અહિંસક છે. ભાઈ ! ભગવાન આત્માનું સ્વરૂપ જ વીતરાગઅહિંસક છે; તેને ઓળખી તેના આશ્રયે વીતરાગ પરિણતિ પ્રગટ કરવી તે અહિંસા છે. તે કાળે જેટલો રાગ ઉત્પન્ન ન થયો તેને રાગ છોડ્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
અહિંસક આત્માની દૃષ્ટિ વિના (સમ્યગ્દર્શન વિના) જે કોઈ વ્રત, તપ આદિ આચરે છે તે બધા મૂઢ છે (મિથ્યાદષ્ટિ છે). વ્યવહારના એકાંત આગ્રહવાળાને આવું સાંભળીને દુ:ખ લાગે પણ શું થાય? એ દુઃખનું કારણ એની વિપરીત માન્યતા છે. બીજાને દુઃખ દેવાનો કોઈ જ્ઞાનીને ભાવ ન હોય.
પહેલાંના વખતમાં શાહૂકાર પાસે કોઈ ખોટા રૂપિયા (સિક્કા) લઈને આવે અને શાહૂકારને તે ખબર પડે તો તેને પાછા ન આપે; દુકાનના બારણા આગળ જે ઉમરો હોય ત્યાં લાકડ તેને જડી દે, આગળ ચાલવા ન દે. એમ આ પણ ભગવાનની શરાફની પેઢી છે; તેમાં ખોટું ચાલવા ન દેવાય. ભાઈ ! આત્માની દષ્ટિ વિના જે કાંઈ વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિના ભાવ છે તે રાગ છે અને રાગ છે તે આત્માની હિંસા છે. (રાગ ઉત્પન્ન થતાં ચૈતન્યપ્રાણનો ઘાત થાય છે ). ભાઈ! પરિણામને અતરમાં વાળી ત્યાં જ એકાગ્ર થયા વિના વસ્તુ (ચૈતન્યતત્ત્વ) હાથ નહિ આવે. જ્યાં વસ્તુ છે ત્યાં પરિણામને વાળ્યા વિના વસ્તુનું જ્ઞાન કેમ થાય ? એમાં જ એકાગ્ર થયા વિના વસ્તુનું આચરણ કેમ થાય ? બાપુ! અનંત તીર્થકરોએ દિવ્ય-દેશના દ્વારા ધર્મ પામવાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com