________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
આ જ માર્ગ કહ્યો છે અને વીતરાગી મુનિવરોએ તેમના આડતિયા થઈને તે જગતને જાહેર કર્યો છે.
ભગવાનને વાણી નીકળે છે તે ઇચ્છા વિના સહજ નીકળે છે. અને છમસ્થ મુનિઓને જે વાણી હોય છે ત્યાં સાથે વિકલ્પ છે; ત્યાં ચારિત્રમોહનો એટલો દોષ છે. હવે આમાંથી કોઈને પ્રશ્ન થાય કે-રાગ તે હિંસા છે, તો એ રાગ ( હિંસા) દ્વારા તમારે અહિંસા સમજાવવી છે? એક બાજુ નિમિત્તથી થાય નહીં એમ કહો છો અને વળી નિમિત્ત દ્વારા સમજાવો છો-કેવી વાત?
સમાધાન - ભાઈ ! એમ ન બોલાય ભગવાન! એનો ઉપકાર લેવાય. (છદ્મસ્થ દશામાં તો ) રાગ દ્વારા જ વસ્તુના સ્વરૂપનું કથન કરી શકાય છે. સમયસાર ગાથા ૮ માં આ વાત આચાર્ય ભગવાને લીધી છે-કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી.
ત્યારે એમાંથી કોઈ કાઢે કે-લ્યો, વ્યવહારથી સમજી શકાય છે કે નહીં? અરે ભગવાન! એમ અર્થ નથી બાપુ! ત્યાં જ ખુલાસો કર્યો છે કે-કહેનારે અને સાંભળનારે, વ્યવહાર (નિશ્ચય સમજતાં વચમાં) આવે છે, પણ વ્યવહારને અનુસરવું નહિ. વ્યવહારના ભેદ પાડયા વિના સમજાવાય નહિ માટે ભેદ પાડીને સંતો સમજાવે છે પરંતુ તેથી ભેદનું લક્ષ કરવું-ભેદમાં જ અટકી રહેવું એમ કયાં છે? લક્ષ તો અભેદનું જ કરવાની વાત છે. વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે તેથી દર્શાવ્યો છે, પરંતુ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી એમ ત્યાં સ્પષ્ટ કહ્યું છે. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-સ્વરૂપનો આશ્રય કરીને જેઓ અંતર-એકાગ્રતાનો નિરંતર અભ્યાસ કરે છે તેઓ રાગરહિત ચિત્તવાળા થયા થકા બંધરહિત ભગવાન સમયસારને દેખે છે-અનુભવે છે અર્થાત્ અંતર-એકાગ્રતાની પૂર્ણતા કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે.
* કળશ ૧૨૦ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. “હું કેવળજ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું.''—એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય.'
અહીં કેવળ એટલે કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. હું કેવળ જ્ઞાનસ્વરૂપ એટલે માત્ર જ્ઞાનસ્વરૂપ શુદ્ધ-પવિત્ર છે એવું જે આત્મદ્રવ્યનું જ્ઞાનમય પરિણમન થવું તેને શુદ્ધનય કહે છે. પરની સાથે તો આત્માને કાંઈ સંબંધ છે નહિ. પરંતુ પુણ્ય-પાપના વિકલ્પ કે અલ્પજ્ઞતા તે હું નહિ એમ નિશ્ચય કરી રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્યમય આત્મામાં અંતર્દષ્ટિ કરવી તેને શુદ્ધનય કહે છે. સમયસાર ગાથા ૧૧ માં ત્રિકાળીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com