________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ]
[ ૩૨૫
હવે જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ઘનયનું માહાત્મ્ય છે માટે શુદ્ઘનયના મહિમાનું કાવ્ય કહે છેઃ
* કળશ ૧૨૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘Ëતવોવિન્દમ્ શુદ્ઘનયમ્ અધ્યાસ્ય' ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન ) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને...
જુઓ, જે ઉન્નત જ્ઞાન પ્રગટ થાય છે તે ત્રિકાળી દ્રવ્યને જ ગણે છે. જે જ્ઞાનની પર્યાય અંદ૨ દ્રવ્યમાં વળેલી છે એ અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન જાણપણું હોય તેને પણ ગણતું નથી. સ્વના જ્ઞાન વિનાના જ્ઞાનને ઉદ્ધત જ્ઞાન ગણતું નથી. ઉદ્ધત જ્ઞાન બે પ્રકારેઃ-(૧) ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ વસ્તુને ઉદ્ધત જ્ઞાન કહીએ અને (૨) તેને જાણનાર શુદ્ઘનયનું પરિણમન તેને પણ ઉદ્ધત જ્ઞાન કહીએ. સ્વના આશ્રયે પ્રગટ થયેલું ભેદજ્ઞાન સ્વને જ ગણે છે. જે જ્ઞાનમાં ભગવાન આત્મા આવતો નથી તે જ્ઞાનને જ્ઞાન જ કહેતા નથી એમ અહીં કહે છે.
આ ઉદ્ધત છોકરો નથી હોતો કોઈ? તે એના બાપને, માને કોઈને ગણતો નથી. તેમ શુદ્ધ ત્રિકાળીને ગ્રહણ કરનાર શુદ્ઘનય ઉદ્ધત છે; તે કોઈને ગણતો નથી. સ્વને ગણનારું તે જ્ઞાન કોઈ પ૨ને ગણતું નથી.
ત્રિકાળી જ્ઞાન કોઈથી દબાયું દબે નહિ તેમ ત્રિકાળી જ્ઞાનને જાણનારું-ગણનારું જ્ઞાન પણ કોઈથી દબાયું દબતું નથી. જ્ઞાનાવરણીયનો ઉદય તે જ્ઞાનને દબાવે એમ છે નહિ. જ્ઞાનાવરણીયને લઈને અહીં ( આત્મામાં ) જ્ઞાનનો ઘટાડો-વધારો થાય વાત બીલકુલ નથી. સમ્યજ્ઞાન પોતે શુદ્ધ અલ્પજ્ઞ પર્યાયરૂપ હોવા છતાં તે નિમિત્તને એટલે કે ત્રણલોકના નાથને, રાગને કે અલ્પજ્ઞતાને ગણતું નથી. સમ્યજ્ઞાનની પર્યાયનો નાથ તો અંતરમાં રહેલો પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે; તેને તે ગણે છે કે-આ મારો નાથ છે.
અરે! આત્માની આવી વાત અજ્ઞાનીઓને રુચતી નથી. થોડુંઘણું જાણપણું થાય ત્યાં તો એને થઈ જાય કે હવે આપણે જાણીએ છીએ અને બીજાથી અધિક છીએ. લોકમાં પણ કોઈને થોડું જાણપણું હોય અને બોલતાં આવડતું હોય તો તેને જ્ઞાની કહે છે અને અંદર સમ્યક્ જાણપણું હોય પણ બોલતાં ન આવડતું હોય તો તેને અજ્ઞાની ગણે છે. અહા! લોકની માન્યતામાં જ મોટો ફેર છે.
અહીં કહે છે–શુદ્ઘનયનો આશ્રય કરીને ધર્મ-જ્ઞાની સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે. આત્મામાં-સ્વરૂપમાં એકાગ્રતા થવી એ જ વસ્તુ છે. પ્રવચનસારમાં પણ આચાર્ય અમૃતચંદ્રદેવે એ જ કહ્યું છે કે–અમને ઝાઝા ક્ષયોપશમ-જાણપણાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com