SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૫ ] [ ૨૩ કરી (દયા પાળી); એથી એનો સંસાર પરિત થઈ ગયો–અર્થાત્ દીર્ઘ સંસાર નષ્ટ થઈ ગયો. આવી વાત બીલકુલ અયથાર્થ છે. પર જીવની અનુકંપાનો ભાવ તો શુભરાગ છે અને શુભરાગ છે તે બંધનું જ કારણ છે, અબંધ પરિણામનું કારણ નથી, સમકિતનું કારણ નથી. (બંધના પરિણામથી અબંધ કેમ થાય? સંસાર કેમ મટે ? ન જ મટે). પ્રશ્ન:- તો પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકને સમ્યગ્દર્શનનાં લક્ષણ કહ્યાં છે. ને ? ઉત્તરઃ- એ અનુકંપા અરાગી-વીતરાગી અનુકંપા છે, જ્યારે આ અનુકંપા તો શુભરાગરૂપ છે. (શુભરાગને સમકિતનું લક્ષણ કહેવું એ તો ઉપચાર છે. ) ચૈતન્યસ્વરૂપના વીતરાગ શાસનની બહુ ઝીણી વાત ભાઈ ! અનુભવપ્રકાશમાં એક દાખલો આપ્યો છે કે-એક ચાંપો ભરવાડ હતો. તે ધતૂરો પીને ઉન્મત્ત થયો. તેથી તે ભૂલી ગયો કે-“હું ચાપો છું.” થોડી વારે તે ઘેર ગયો. ત્યાં તેની પત્ની સૂતી હતી એટલે બારણું ખખડાવ્યું અને પૂછવા લાગ્યો કે-ચાંપો છે ઘરમાં? ત્યારે અંદરથી પત્ની બોલી-તમે કોણ છો? ત્યારે તે સાવધાન થયો અને કહેવા લાગ્યો-“હા, હું ચાપો છું.' એમ અનાદિથી જીવ આત્માને (–પોતાને) ભૂલી ગયો છે. તે પૂછે છે કે આત્મા (પોતે) કોણ છે? તેને પૂછીએ છીએ કે આ બધું છે, છે, છે-એમ કોણ જાણે છે? જાણનારો પોતે તો જાણે છે. એ જાણનારો જે છે તે જ પોતે આત્મા છે. અનુભવપ્રકાશમાં જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન-એવો દઢ પ્રતીતિભાવ તે સમ્યકત્વ છે એમ લીધું છે, કેમકે આત્મા જ્ઞાનમય છે અને તે જ્ઞાનની સમ્યક્ પરિણતિ દ્વારા જણાય છે. અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ત્રિકાળ પરમાનંદસ્વભાવી છે. પણ એ જણાય કયારે? આનંદના સ્વાદરૂપ સ્વસંવેદન પરિણતિ દ્વારા તે જણાય છે. પરમાનંદસ્વભાવી પ્રભુ આત્મા ત્રિકાળ અતિરૂપ છે; પણ પર્યાયમાં પરમાનંદના પરિણામન વિના, આનંદનો સ્વાદ (-સંવેદન) આવ્યા વિના આ અસ્તિ છે એમ પ્રતીતિમાં કેમ આવે? અહાહા...! જેનો નમૂનો (સ્વસંવેદન) આવે નહિ તો “એ આખી ચીજ આવી છે” એમ પ્રતીતિમાં કયાંથી આવે? ભાઈ ! આ (આત્માના) સ્વરૂપની વાત ચાલે છે. એટલે અહીં કહે છે કે- અનુકંપા એ શુભરાગ છે, એ આત્માનો સ્વભાવ નથી. એ શુભરાગ દ્વારા નિશ્ચય સ્વરૂપ પમાય આના હવે વાંધા છે બધાને એમ કે આવો વ્યવહાર હોય તો નિશ્ચય પમાય. પણ બાપુ! એવો વ્યવહાર તો અનંતવાર કર્યો અને એના ફળમાં Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy