________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
તેમના પ્રત્યેનો અનુરાગ એ બન્નેય પ૨દ્રવ્ય છે. સમજાણું કાંઈ... ? બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ !
પ્રશ્ન:- (એ રાગની ) પર્યાય તો એની (જીવની પોતાની ) છે ને ?
ઉત્તર:- એ પર્યાય ખરેખર એની (આત્મદ્રવ્યની ) છે જ નહિ. એ તો પહેલાં કીધું ને કે પુણ્ય અને પાપ એ બન્ને વિભાવપરિણતિરૂપ ચંડાલણીના જ પુત્રો છે. જેમ એક ચંડાલણી પુત્ર બ્રાહ્મણીને ત્યાં રહી મોટો થયો એટલે કહે કે–મને મદિરા આદિ ખપે નહિ તેમ એક શુભભાવની વ્યવહારક્રિયામાં આવ્યો એટલે કહે કે–મને હિંસા, વિષયભોગ આદિ ખપે નહિ; પણ એ વાસ્તવમાં છે વિભાવપરિણતિરૂપ ચંડાલણીનો જ પુત્ર. અશુભની જેમ શુભ પરિણામ પણ વિભાવપરિણતિજન્ય પરિણામ છે; એ કાંઈ શુદ્ધ ચૈતન્યસ્વભાવજન્ય પરિણામ નથી. માટે એ રાગ આત્મપરિણતિરૂપ નથી.
અહીં કહે છે કે અરતાદિ પંચપરમેષ્ઠીમાં ભક્તિનો અનુરાગ એ શુભરાગ છે પણ એ આત્મસ્વભાવ નથી અને આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન થવામાં સહાયક એટલે મદદકર્તા પણ નથી.
પ્રશ્ન:- તો વ્યવહાર (સાધન )થી નિશ્ચય થાય એમ શાસ્ત્રમાં આવે છે ને ?
ઉત્ત૨:- હા, આવે છે. આચાર્ય જયસેનની ટીકામાં ઘણે ઠેકાણે એ પ્રમાણે આવે છે. પણ એ વ્યવહારનયનું થન છે. જેને નિશ્ચય (ધર્મ) પ્રગટ થયો હોય એને એની ભૂમિકાયોગ્ય વ્યવહાર હોય છે એ સિદ્ધ કરવું હોય ત્યારે એ રીતે વ્યવહારનયનું ક્શન શાસ્ત્રમાં આવે છે. પરંતુ અરહંતાદિમાં ભક્તિનો અનુરાગ ઇત્યાદિ શુભરાગ પુણ્યબંધનું જ કારણ છે; એ કાંઈ અબંધ પરિણામ એવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સહાયક-મદદગાર નથી.
સમ્યગ્દર્શન આદિ અબંધ વીતરાગી પરિણામ છે. અબંધ સ્વભાવ અબંધ પરિણામનું કારણ થાય. ( કાંઈ રાગના બંધરૂપ પરિણામ અબંધ પરિણામનું કારણ ન થાય). ભગવાન આત્મા ત્રિકાળ અબંધસ્વભાવી છે. ગાથા ૧૪-૧૫ માં આવે છે ને-નો પવિ ગપ્પાનું નવદ્ઘપુરું......’ ત્યાં ‘ અબદ્ધ’ એ તો નાસ્તિથી કથન છે. અસ્તિથી કહીએ તો ભગવાન આત્મા ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. અહાહા...! સદાય મુક્તસ્વરૂપ એવા ભગવાન આત્મામાં અંતર્દષ્ટિ કરી એનો અનુભવ કરવો એનું નામ જૈનશાસન છે. રાગનો અનુભવ એ કાંઈ જૈનશાસન નથી. અહીં તો વીતરાગ શાસન લેવું છે ને? માટે અ૨હંતાદિ પ્રત્યે અનુરાગ અને જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ એ શુભરાગ છે, પણ વીતરાગશાસન નથી.
શ્વેતાંબરમાં કથા આવે છે કે-મેઘકુમારે હાથીના ભવમાં સસલાની અનુકંપા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com