SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૫૧ ] L[ ૯૧ “આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી.” નામ જુદાં જુદાં છે પણ વસ્તુ એક જ છે. શબ્દભેદ સાત બોલથી કહ્યા, અને એના આઠ અર્થ કર્યા પણ મોક્ષમાર્ગની પરિણતિ તો એક જ પ્રકારની છે; વસ્તુભેદ નથી, વસ્તુ એક જ છે, મોક્ષમાર્ગ એક જ છે. * ગાથા ૧૫૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે.' મોક્ષનું મૂળ ઉપાદાન, શુદ્ધ ઉપાદાન આત્મા જ છે. “વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે.' આત્માના બધા ગુણોમાં જ્ઞાનગુણની આ વિશેષતા છે કે જ્ઞાન પોતે પોતાને જાણે અને પરને પણ જાણે છે. વિકલ્પ-રાગ વિના માત્ર જાણે એવો એનો સ્વભાવ છે. તથા વિકલ્પપૂર્વક (-ભેદ પાડીને) જાણે એવો પણ એનો સ્વભાવ છે. સ્વ-પરને ભેદ પાડીને જાણવું એવો આત્માનો સ્વભાવ છે. આમ જ્ઞાનસ્વભાવી આત્મા હોવાથી જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે-(એમ અભેદથી વાત છે). ““માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે.” અહાહા...! જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને તેનું પરિણમન એ જ મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ છે તે જ્ઞાનનું જ પરિણમન છે, રાગનું નહિ સમજાણું કાંઈ....? [ પ્રવચન નં. ૨૧૪ શેષ, ર૧૫ * દિનાંક ૨૭-૧૦-૭૬ ] Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy