________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫૨
अथ ज्ञानं विधापयति
परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि। तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू।। १५२ ।।
परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति।
तत्सर्वं बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञः।। १५२ ।। હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે -
પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ઘરે, સઘળુંય તે ત૫ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫૨.
ગાથાર્થ:- [પરમાર્થે તુ] પરમાર્થમાં [ સ્થિત:] અસ્થિત [૫:] એવો જે જીવ [ તપ: રોતિ] તપ કરે છે [૨] તથા [વ્રત ધારયતિ] વ્રત ધારણ કરે છે, [તત્સર્વ ] તેનાં તે સર્વ તપ અને વ્રતને [ સર્વજ્ઞા:] સર્વશો [ વાતતપ: ] બાળતપ અને [ વાર્તવ્રતં] બાળવ્રત [ ધ્રુવત્તિ] કહે છે.
ટીકાઃ- આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધના કારણ હોવાને લીધે તે કર્મોને “બાળ' એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.
ભાવાર્થ- જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદવે બાળપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.
સમયસાર ગાથા ૧૫ર : મથાળું હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે:
* ગાથા ૧૫ર : ટીકા ઉપરનું પ્રવચન * “આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ( એમ સિદ્ધ થાય છે);....” જુઓ, વીતરાગ અરિહંતદેવની દિવ્યધ્વનિમાં જે ઉપદેશ આવ્યો તે આગમ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com