________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૪ ]
[ ૧૦૯
પુણ્ય-પાપનો જે ભાવ છે તે એક સમયનો વિકૃત ભાવ છે. તે સિવાય અંદર આખી ચીજ નિર્મળાનંદ ચિદાનંદ પ્રભુ છે. વસ્તપણે પોતે અંદર પરમેશ્વર પરમાત્મસ્વરૂપ ભગવાન છે. પણ એની ખબર કયાં છે એને? અને એને એ વાત કયાં બેસે છે? તેથી પુણ્યના પરિણામમાં રોકાઈ રહીને, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણમનરૂપ થવારૂપ જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને તેઓ પામતા નથી. અહીં...! આત્મા તો અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખસ્વરૂપ છેઆ ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિય-સુખ તે આત્મા નહિ, પરંતુ શુભભાવને છોડવા અસમર્થ હોવાથી તેઓ શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનાનંદસ્વભાવી આત્માને પામતા નથી.
આથી તેઓ અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામરૂપ કર્મો એટલે હિંસાદિના અશુભ ભાવરૂપ કર્મોથી નિવૃત્ત થયા છે પણ અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામરૂપ કર્મો તેમને વર્તે છે. મતલબ કે પાપના ભાવો તો તેમણે તજી દીધા છે પણ વ્રત, તપ, ભક્તિ, ભગવાનની સ્તુતિ, વંદના ઇત્યાદિ શુભભાવરૂપ કાર્યોમાં તેઓ વર્તે છે. અહીં કર્મો એટલે જડકર્મની વાત નથી પણ શુભાશુભભાવરૂપ કર્મોની વાત છે. અહાહા..! આત્મા સૂક્ષ્મ અરૂપી ચૈતન્યઘનસ્વરૂપ મહાપ્રભુ છે એની એને ખબર નથી તેથી સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ તે સ્થૂળ એવા અચેતન શુભરાગમાં પ્રવર્તે છે. પરંતુ ભાઈ ! શુભભાવ એ સામાયિક કહેતાં આત્માનો સમભાવરૂપ પરિણામ નથી; એ તો વિષમ ભાવ છે.
જુઓ, અહીં વ્રત, તપ, પૂજા ભક્તિ ઇત્યાદિ શુભભાવને અત્યંત સ્થૂલ એટલે જાડો કહ્યો
૫ ૭ર માં અને અશુચિ, અચેતન, અને દુ:ખનું કારણ કહ્યું છે. ભાઈ ! એ (-શુભરાગ ) મોક્ષનું કારણ તો નહિ પણ દુઃખનું કારણ છે એમ કહ્યું છે. હવે કહે છે-જેમને
અત્યંત સ્થળ વિશુદ્ધપરિણામરૂપ પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુપણાલઘુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂલ લક્ષ્યવાળા હોઈને (સંકલેશ પરિણામોને છોડાતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.”
શું કીધું? કે શુભભાવ છે એ લઘુ કર્મ છે અને અશુભ છે એ ગુરભારે કર્મ છે. ત્યાં અશુભ જે ભારે છે એને તો છોડયું છે પણ જે લઘુ-હુળવો સ્થૂળ શુભભાવ છે એને રાખ્યો છે, સંચિત કર્યો છે. પણ બેય કર્મ છે, બેય વિકાર છે, બેય દોષ-અપરાધ છે. પરંતુ શુભભાવરૂપ કર્મમાં હળવાપણું અનુભવીને તેમાં સંતુષ્ટ ચિત્તવાળા થાય છે. મતલબ કે શુભભાવની હળવાશમાં મીઠાશ અનુભવીને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, અંતરપુરુષાર્થ કરતા નથી. આ પ્રમાણે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. અહાહા...! અત્યંત સૂક્ષ્મસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com