________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૮૭ થી ૧૮૯ ]
[ ૪૧૯
ખરેખર એકત્વ-ચેતન વડ અર્થાત એકત્વના અનુભવન વડે અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્માને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થતાં સમસ્ત પરિદ્રવ્યમયપણાથી અતિક્રાન્ત થયો થકો, અલ્પકાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે.'
અહાહા...! પરદ્રવ્યની ઇચ્છાથી જ્યાં ખસ્યો ત્યાં તે શુદ્ધજ્ઞાનદર્શનમય સ્વદ્રવ્યમાં વસ્યો અને ત્યારે તેને શુદ્ધ આત્મદ્રવ્યની ઉપલબ્ધિ થઈ. પરદ્રવ્યની દૃષ્ટિ છોડીને અંત એકાગ્ર થતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યારે તે પરદ્રવ્યથી અતિક્રાન્ત થયો થકો-વેગળો પડ્યો થકો શુદ્ધસ્વરૂપમાં એવો મગ્ન થયો કે દૃષ્ટિ અને જ્ઞાન ત્યાં જ (આત્મામાં જ) જામી ગયાં. એટલે ‘વિરે પવ' અલ્પકાળમાં જ તે પરમાત્મા થાય છે. આવી વાત છે. વિરે કહ્યું છે ને?
તો કોઈને પ્રશ્ન થાય કે આમાં ક્રમબદ્ધ કયાં રહ્યું?
અરે ભાઈ ! આવી સ્થિતિ અંદરમાં થાય તેને કેવળજ્ઞાન પામવાને લાંબો કાળ હોય નહિ એમ અહીં કહે છે. આત્માનો અનુભવ કરે તેના ક્રમમાં કેવળજ્ઞાન લેવાને અલ્પકાળ જ હોય છે. તે અલ્પકાળમાં સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. (આમાં ક્રમબદ્ધ વિરુદ્ધ તો કાંઈ નથી).
આ સંવરનો પ્રકાર છે.” લ્યો, આ સંવર અને તેને પ્રગટ કરવાની રીત કહી.
* ગાથા ૧૮૭ થી ૧૮૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધ દર્શનજ્ઞાનમય
માં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પર દ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પકાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે.'
જુઓ, સ્ત્રી-કુટુંબ પરિવાર, ધનસંપત્તિ, રાજપાટ, દેવગુરુશાસ્ત્ર ઇત્યાદિ બધાં પરદ્રવ્યો છે. ખરેખર તો આત્મા સર્વ પદ્રવ્યોથી સદા જુદો જ છે. પરંતુ અનાદિથી પરદ્રવ્યો પ્રતિ ઇચ્છા વડે તે મૂછિત છે. ભેદજ્ઞાનના બળ વડે જ્યારે તે તરફની ઇચ્છા છૂટી ગઈ ત્યારે તે બધા પદ્રવ્યોથી છૂટી ગયો એમ અહીં કહ્યું છે. અહો! જુઓ આ મુનિદશા ! સ્વરૂપમાં સ્થિત નિગ્રંથ મુનિવરો આવા હોય છે. તેઓ સ્વરૂપમાં એકાગ્રચિત્ત થઈ, તેમાં જ ધ્યાન મગ્ન રહીને પદ્રવ્યમયપણાને ઓળંગી જાય છે અને અલ્પકાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com