________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
હોવાથી એકત્વને જ ચેતે છે. જ્ઞાનસ્વરૂપી આત્મા એકલા જ્ઞાનને જ ચેતે છે-અનુભવે છે, પણ રાગને ચેતે છે–અનુભવે છે એમ નહિ.
ત્યારે કોઈ કહે છે–આ બધી મોટી મોટી વાતોમાં સૌ પહેલાં શું કરવું તે કહો.
ભાઈ ! સૌ પહેલાં આ જ કરવાનું છે. સમયસાર ગાથા ૧૭–૧૮ માં એ જ કહ્યું છે કેપ્રથમ આત્માને જાણવો. પહેલાં નય-નિક્ષેપથી જાણવું એમેય કહ્યું નથી; આત્માને જાણવો ( અનુભવવો) એ પ્રથમ કર્તવ્ય છે. ભાઈ ! તું ભગવાન આત્માને અનાદિથી ભૂલ્યો છે તેને પ્રથમ જાણ. ભગવાન! તે તને ન જાણવાની ભૂલ કરી છે તે ભૂલ સુધારીને તું તને (-પોતાને) જાણ અને તેમાં એકાકાર થા.
જગતની બધી ચીજો પરય છે. એમાં કોઈ ઠીક નથી, અઠીક પણ નથી. અહીં કહે છેઆત્માને સહુજ ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે. અહાહા...! તે બધા શેયોને એકપણેસમાનપણે પરશય તરીકે જાણે છે. ભગવાન પંચપરમેષ્ઠી ઠીક એવો ભેદ જ્ઞયમાં નથી અને જાણનારના જ્ઞાનમાં પણ નથી. એકરૂપે બધી ચીજો જ્ઞયપણે ભાસે છે, અર્થાત્ પોતે પોતાને ચેતતો-અનુભવતો થકો જ્ઞાન ચેતનાપણે રહે છે, ય પ્રતિ રાગને પ્રાપ્ત થતો નથી.
અહા! કર્મચેતના-રાગને કરવું અને કર્મફળચેતના-રાગને ભોગવવું-એ-રૂપે અનાદિથી પરિણમતો આવ્યો છે પરંતુ એ તો સંસાર છે. દુઃખ છે. મોટો અબજોપતિ હોય, મોટો રાજા હોય કે મોટો સ્વર્ગના દેવ હોય તોપણ તે કષાયને-દુ:ખને જ વેદે છે. અહીં કહે છે કે પોતાનો સહજ જાણવા-દેખવાનો સ્વભાવ છે તેમાં એકાગ્ર થઈ શુદ્ધ એકત્વના નિર્વિકલ્પ અનુભવ વડે તેને છોડી દે કેમકે ભગવાન આત્મામાં વિકલ્પ કે બીજી કોઈ ચીજ નથી.
અરે ! આખો દિ' બૈરાં-છોકરાં સાચવવામાં અને દુકાનના વેપાર-ધંધામાં –પાપની મજુરીમાં ગુંથાએલો અને ગુંચાએલો રહે અને એકાદ કલાક માંડ સાંભળવા જાય પણ તેથી શું વળે? ભાઈ ! એ તો એરણની ચોરી અને સોયના દાન બરાબર છે. એમાં ધર્મ થવો તો એક બાજુએ રહ્યો, પુણ્ય પણ સારાં બંધાતાં નથી. અરેરે ! મોહે જગતને મારી નાખ્યું છે! માટે અહીં કહે છે-મોહરહિત થઈને પરદ્રવ્યથી ભિન્ન નિજ ચૈતન્યચમત્કારને ધ્યાવો. જેની જ્ઞાનની દશામાં અનંતુ જાણવું થાય, જેના દર્શનમાં અનંતુ દેખવું થાય એવો ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે. જગતના બીજા ચમત્કાર તો થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
અહાહા..! કહે છે-જે જીવ ભેદજ્ઞાનના અભ્યાસ વડે શુભાશુભભાવને રોકીને, સર્વસંગરહિત થઈને પોતે સહુજ ચેતયિતા હોવાથી એકત્વને જ ચેતે છે તે જીવ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com