________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
શું કહ્યું આ? કે આત્માના સ્વભાવમાં તો અનંત ગુણો-ધર્મો છે; એમાં અસાધારણ ગુણ એક જ્ઞાન જ છે. જ્ઞાનગુણ બીજા કોઈ દ્રવ્યમાં નથી. વળી સ્વ અને પરને ભિન્ન ભિન્નપણે જાણે એવો જ્ઞાનનો જ સ્વભાવ છે. આત્માના બીજા કોઈ ગુણમાં આવો સ્વભાવ નથી. અહાહા....! આત્મામાં જે અનંત ગુણો છે એમાં એક જ્ઞાનનો જ સ્વપરને ભેદપૂર્વક જાણવાનો સ્વભાવ છે. શ્રદ્ધા, સુખ આદિ ગુણો નથી અને જાણતા કે નથી પરને જાણતા. તેથી જ્ઞાનને આત્માનું અસાધારણ સ્વરૂપ કહ્યું છે. આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. (એમ કે જ્ઞાન વડે જ આત્મા પરથી ભિન્ન જણાય એવો છે). હવે કહે છે
“વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. આ મોક્ષમાર્ગના પ્રકરણમાં જ્ઞાન કહેતાં આત્મા અને આત્માની વીતરાગ પરિણતિ જ પ્રધાન છે. વ્રતાદિના જે રાગ વચ્ચે આવે તે પ્રધાન નથી કેમકે તે મોક્ષમાર્ગ નથી. જ્ઞાનનું પરિણમન જ મોક્ષનો માર્ગ છે.
“તેથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે એક આત્મા જ પરિણમે છે અર્થાત્ એ રત્નત્રય આત્માનું જ વીતરાગી પરિણમન છે માટે આત્મા જ મોક્ષનું કારણ છે.
“જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે એમ કહેવામાં કોઈ પણ વિરોધ નથી.' જોયું? જ્ઞાન એ જ આત્મા એમ અભેદ કથનથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે અને એમાં કાંઈ વિરોધ નથી.
માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદવે જ્ઞાનસ્વરૂપ આત્માને ““જ્ઞાન”' શબ્દથી કહ્યો
છે. ”
જુઓ, જ્ઞાન છે તો આત્માનો એક ગુણ; પણ અસાધારણ છે ને! તેથી અભેદ વિવક્ષાથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે. આવી વાત, હવે માંડ માંડ દુકાનના ધંધા આદિ મજૂરી કરીને નવરા પડતા હોય ત્યાં વળી આ કયાં સમજવું? કેવી રીતે સમજવું? પણ ભાઈ ! એ તો બધી એકલા પાપની મજૂરી છે હોં. એમાં ધર્મ તો દૂર રહો, પુણેય નથી. ફુરસદ લઈને રોજ બે ચાર કલાક સત્સમાગમ અને શાસ્ત્રસ્વાધ્યાય, મનન-ચિંતન કરે એ પુણ્ય છે. એ પુણ્યથીય ધર્મ થાય એમ નહિ, પણ ગતિ સુધરે. એવા અવસરમાં જો કોઈ પ્રકારે અંતર-પુરુષાર્થ જાગ્રત કરે તો ધર્મ થઈ જાય, સમકિત થઈ જાય એટલું ખરું. પણ એને કયાં ફુરસદ છે? અને કદાચ કોઈ વાર સાંભળવા મળી જાય તો-વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, –એ વડ ધર્મ થશે ઇત્યાદિ રાગનો મિથ્યા ઉપદેશ સાંભળે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે-૨૪ કલાકમાં બિચારાને માંડ એકાદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com