________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૩ ]
[ ૧૦૩
છે તે બંધનો હેતુ છે. જ્ઞાનીને પણ જે બાર વ્રતના કે પાંચમહાવ્રત આદિના શુભભાવના પરિણામ હોય છે તે બંધનું કારણ થાય છે. “યત:' કારણ કે “તત્ સ્વયમ વિશ્વ: તિ' તે પોતે પણ બંધસ્વરૂપ છે. જે રાગ છે, વ્યવહારની ક્રિયા છે તે બંધસ્વરૂપ છે માટે બંધનું કારણ
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માની જે શુદ્ધ પરિણતિ-વીતરાગી દશા એ જ મોક્ષનું કારણ છે કેમકે ભગવાન આત્મા પોતે મુક્તસ્વરૂપ જ છે. વસ્તુ રાગથી મુક્ત-મૂકાયેલી છે અને એનું નિર્મળ પરિણમન પણ રાગથી મુક્ત હોવાથી મોક્ષનું કારણ છે. પણ આ સિવાય જે કાંઈ રાગનું પરિણમન છે તે બંધનું જ કારણ છે કેમકે રાગ પોતે બંધસ્વરૂપ છે. અરે! રાગની રમતમાં તે અનંતકાળ કાઢયો બાપુ! પણ પોતાના ચૈતન્યની રમતમાં તને નવરાશ ન મળી ! હવે તો ચેત.
જો, આ કેવળીના વિરહ ભૂલાવે એવો વારસો આચાર્ય-ભગવંતો મૂકતા ગયા છે. એ ભવ્યોને નવજીવન આપનારો છે. રાગનું જીવન છોડીને શુદ્ધનું જીવન કરે એ ખરું જ્ઞાનનું જીવન છે. રાગનું જીવન તો બંધનું અજ્ઞાનમય જીવન છે. વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિનો જે શુભભાવ છે એ બંધનું કારણ છે કેમકે તે પોતે બંધસ્વરૂપ છે. અને જ્ઞાન અને આનંદના સ્વભાવે જે પરિણમન થાય તે જ્ઞાનનું પરિણમન મોક્ષનું કારણ છે કેમકે પોતે મોક્ષસ્વરૂપ છે. ભાઈ ! આ કાંઈ સંસ્કૃત અને વ્યાકરણ ભણે તો સમજાય એવું છે એમ નથી. આમાં તો શુદ્ધના સંસ્કાર જોઈએ. આત્માનું જ્ઞાનસ્વરૂપે, આનંદસ્વરૂપે પરિણમન થવું એ સંસ્કાર છે અને એ જ મોક્ષનું કારણ છે હવે કહે છે
તત:' માટે “જ્ઞાનાત્મત્વે ભવનમ' જ્ઞાનસ્વરૂપ થવાનું (પરિણમવાનું ) એટલે કે ‘અનુભૂતિ: દિ' અનુભૂતિ કરવાનું જ “વિદિતમ્' આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે.
લ્યો, આગમમાં એટલે ભગવાનની વાણીમાં-બાર અંગમાં સિદ્ધાંતમાં જ્ઞાનનું પરિણમન અર્થાત્ અનુભૂતિ કરવાનું જ વિધાન છે પણ રાગ કરવાનું વિધાન નથી. વ્યવહારનયથી વ્રત, તપ, શીલ, સંયમ પાળવાં એમ કથન આવે પણ નિશ્ચયથી એ રાગ કાંઈ વસ્તુ નથીઃ ‘મનુભૂતિઃ દિ' એક માત્ર આત્માનુભૂતિ જ નિશ્ચયથી કરવા યોગ્ય કહી છે. સમયસાર નાટકમાં પણ કહ્યું છે કે
“અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખરૂપ.''
અહીં પણ એ જ કહ્યું કે “અનુભૂતિઃ હિ” અનુભૂતિ જ-આત્માનો અનુભવ જ કરવો અર્થાત આનંદના વેદનમાં જ રહેવું-ઠરવું. ભગવાન આત્મા પોતે જ્ઞાન અને આનંદની આંટી ગાંઠડી છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન દ્વારા ખોલીને અનુભૂતિ જ કરવી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com