________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
સિવાય સમ્યગ્દર્શન અંતરસ્થિરતા કરી શકતા નથી. જોકે પોતે સદાય સસ્વરૂપે અંતરમાં વિરાજમાન છે અને અંતર્મુખ થઈ એકાકારરૂપે-ચિદાકારપણે પરિણમતાં એની પ્રાપ્તિ સુલભ છે તોપણ સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી પર્યાયમાં એની પ્રાપ્તિ થવી દોહ્યલી-દુર્લભ કહી છે. આત્માનો અનુભવ કર્યા વિના રાગ વડે આત્મપ્રાપ્તિ થવી દુર્લભ છે.
અહીં કહે છે-જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભકર્મો નહિ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે અર્થાત્ તે (જ્ઞાની) મોક્ષને પામે છે; અને અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભકર્મો હોવા છતાં, તે સઘળા બંધનાં કારણ હોવાથી મોક્ષનો અભાવ છે અર્થાત્ અજ્ઞાની મોક્ષને પામતો નથી, બંધને જ પામે છે.
હવે આ અર્થમાં કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૦૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
અહાહા..! કળશે કળશે અને ગાથાએ ગાથાએ કેટલા ખુલાસા કરેલા છે. કહે છે “ય તદ્' જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે “મયે શિવજી દેતુ:' તે જ મોક્ષનો હેતુ છે. શું કહ્યું? ધ્રુવપણે એટલે નિશ્ચયપણે-નક્કીપણે અને અચળપણે એટલે ન ફરે એ રીતે જ્ઞાનસ્વરૂપે થતો એટલે અતીન્દ્રિય આનંદના સ્વાદે પરિણમતો જે આ ભગવાન આત્મા છે તે જ મોક્ષનો હેતુ છે.
રાગનો જે સ્વાદ છે તે દુઃખ છે. અશુભરાગ-કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષયવાસના ઇત્યાદિ તીવ્ર દુઃખ છે તો શુભરાગ-દયા, દાન, વ્રત, તપ, શીલ ઇત્યાદિ પણ દુ:ખરૂપ જ છે, આકુળતા જ છે. અને એ બન્નેથી રહિત ભગવાન આત્મા છે જેનો જ્ઞાન અને આનંદ સ્વભાવ છે. આવા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનું અતીન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપે પરિણમવું એ જ મોક્ષનું કારણ છે. હવે કારણ દર્શાવે છે
‘યત:' કારણ કે “તત સ્વયમ સપિ શિવ: તિ' તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે. જુઓ, આત્મા પોતે મોક્ષસ્વરૂપ જ છે અને તેનું પરિણમન પણ મોક્ષસ્વરૂપ જ છે. અર વસ્તુસ્વભાવ રાગથી ભિન્ન મોક્ષસ્વરૂપ છે. તેથી તેનું પરિણમન જે મોક્ષસ્વરૂપ છે તે જ મોક્ષનું કારણ થાય છે. હવે આવી વાત બહુ આકરી લાગે માણસને. શુભથી થાય એમ માને છે ને? તેથી આકરી લાગે છે પણ શું થાય ? હવે કહે છે
‘મત: અન્યત' તેના સિવાય જે અન્ય કાંઈ છે વન્યસ્ય’ તે બંધનો હેતુ છે. જ્ઞાન અને આનંદના પરિણામ સિવાય બીજું જે કાંઈ એટલે શુભાશુભરાગના પરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com