________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૩ ]
[ ૧૦૧
કરી નાખ્યો કે “કર્મ' એટલે આ જડકર્મની વાત નથી પણ શુભભાવરૂપ શુભકર્મ - શુભ પરિણામની વાત છે. એ શુભભાવરૂપ કર્મ મોક્ષનાં કારણ નથી પણ બંધનાં કારણ છે.
કેટલાક કહે છે કે દેવ-ગુરુની ભક્તિ છે તે ધર્માનુરાગ છે અને તે મોક્ષનો ઉપાય છે. માટે આપણે દેવ-ગુરુને પકડવા જેથી તેઓ આપણને તારી દેશે.
અહીં કહે છે કે સાક્ષાત્ ત્રિલોકના નાથને પકડો તોપણ એ રાગ છે અને રાગ અજ્ઞાનમય ભાવ છે, બંધનું કારણ છે. સ્વદ્રવ્યના આશ્રય વિના ત્રણ કાળમાં સંવર, નિર્જરા અને મોક્ષ થતાં નથી. પરદ્રવ્યનો આશ્રય નિયમથી બંધનું કારણ છે, કદીય પરાશ્રયભાવ મોક્ષનું કારણ થઈ શકે નહિ.
અરે ! રાગથી લાભ થાય એવી ભ્રમણા સેવીને જીવે અનાદિથી ભવભ્રમણ કર્યું છે. આવી ભ્રમણા કરી કરીને એણે પોતાના ચૈતન્યસ્વરૂપને જાણ્યું નહિ. રાગ ચાહે તો ગુણ-ગુણીના ભેદનો સૂક્ષ્મ વિકલ્પ હો તોપણ તે આસ્રવ છે, બંધનું કારણ છે.
પરમાત્મપ્રકાશમાં આવે છે કે-નિશ્ચયના બે ભેદ છે : એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ-પોતાના આશ્રયે જે વિકલ્પ ઉઠે કે-હું શુદ્ધ છું, વિજ્ઞાનઘન છું, ઇત્યાદિ તે સવિકલ્પ નિશ્ચય છે અને તે આસ્રવ છે; બંધનું કારણ છે. અને પોતે જે વિકલ્પરહિત નિર્વિકલ્પ ચીજ છે એનું નિર્વિકલ્પ તદ્રુપ અંતરમગ્ર પરિણમન થાય તે નિર્વિકલ્પ નિશ્ચય છે અને તે જ મોક્ષનું કારણ છે.
ભાઈ ! અનંતા તીર્થકરો, કેવળીઓ, ગણધરો, સંતો અને મુનિવરો પોકાર કરીને કહી ગયા છે કે અનાદિકાલીન આ જ મોક્ષનો માર્ગ છે. આ જ સનાતન સત્ય દિગંબરદર્શન અર્થાત્ જૈનદર્શન છે. ભાઈ ! દિગંબર એ કોઈ વેશ કે વાડો નથી; એ તો વસ્તુનું સ્વરૂપ છે. અહાહા..! બહારથી શરીર પર વસ્ત્રનો ધાગો પણ રાખે અને અંતરમાં સૂક્ષ્મ વિકલ્પની લાગણી પણ પોતાની છે, ભલી છે એમ માને તે દિગંબર સાધુ નથી. આવી વાત છે. અહો ! દિગંબર એ કોઈ અદ્દભુત અલૌકિક ચીજ છે ! વીતરાગતા કહો કે દિગંબરત્વ કહો, બન્ને એક જ છે.
આનંદઘનજી કહે છે કે
“ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર ન રહે દેવા; ધાર તલવારની સોહ્યલી દોહ્યલી ચૌદમાં જિનતણી ચરણસેવા.''
મંત્ર, તંત્ર આદિ વડ તલવારની ધાર પર નાચવું સહેલું છે; બાજીગરો ઈજા પામ્યા વિના નાચે પણ છે, પરંતુ ચૌદમા ભગવાન અનંતનાથની ચરણસેવા દુર્લભ છે. એટલે શું? એટલે કે અનંત જ્ઞાન, દર્શન અને આનંદનો નાથ જે ભગવાન આત્મા છે તેની સેવા-ઉપાસનાપ્રાપ્તિ અનાદિકાલીન અણઅભ્યાસને લીધે દોહ્યલી છે. દેવો પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com