________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
જ જ્ઞાનરૂપ થયેલા એટલે કે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ છે તો જ્ઞાનરૂપ થાય છે એમ નહિ પણ સ્વયં સ્વરૂપમાં એકાકાર થઈને જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને શુભકર્મોનો અભાવ હોવા છતાં ચિદાનંદસ્વરૂપના અંતર પરિણમનથી પ્રાપ્ત ચિદાનંદરસના અનુભવમાં મોક્ષનો સદ્દભાવ છે.
અજ્ઞાની જીવોએ રાગને પોતાનો માની, શુભરાગથી લાભ થશે એમ માનીને મિથ્યાત્વભાવ કર્યો છે. એ મિથ્યાત્વભાવ સંસારના પરિભ્રમણનું જ કારણ છે. વ્રતાદિના શભપરિણામથી મને ધર્મ થઈ રહ્યો છે એવી મિથ્યા માન્યતા અનંત સંસારના દુઃખના કારણરૂપ છે, કેમકે મિથ્યાત્વભાવ પોતે અજ્ઞાનભાવરૂપ જ છે, અર્થાત્ મિથ્યાત્વભાવમાં જ્ઞાનનો-ચૈતન્યનો અભાવ છે.
વ્રતાદિના વિકલ્પ મટતાં જે નિર્વિકલ્પ અનુભવ થયો, જે નિર્વિકલ્પ આનંદના રસનો સ્વાદ આવ્યો, સ્વરૂપમાં મગ્ન થઈ તેને અહીં મોક્ષનું કારણ કહ્યું છે. રાગ તો આકુળતા અને દુઃખનું કારણ છે. જે આકુળતાનું કારણ હોય તે નિરાકુળ સુખનું કારણ કેમ થાય? (ન જ થાય). હવે આ મોટો વાંધો પડ્યો છે પંડિતોને અને પદધારીઓને તેઓ કહે છે-સોનગઢનું એકાન્ત છે, કેમકે વ્યવહાર આચરણ (વ્રતાદિનું) જે કરીએ છીએ તે મોક્ષનું કારણ છે એમ માનતા નથી. પણ ભાઈ ! એ માર્ગ નથી; એ હિતનો પંથ નથી. અહીં તો અતિ સ્પષ્ટ કહ્યું છે કે-અજ્ઞાનીને વ્રતાદિ હોવા છતાં આત્માના આનંદસ્વભાવનું જ્ઞાન નહિ હોવાથી મોક્ષનો અભાવ છે અને ચૈતન્યસ્વરૂપમાં ઠરેલા જ્ઞાનીને વ્રતાદિના વિકલ્પનો અભાવ હોવા છતાં શુદ્ધ ચૈતન્યની પરિણતિ થઈ હોવાથી મોક્ષનો સદ્દભાવ છે. ભાઈ ! આવી તો ચોકખી વાત છે. આમાં સોનગઢનું શું છે? આ સોનગઢનું છે કે ભગવાનનું છે? પણ સોનગઢથી ચોખવટ બહાર પડી એટલે લોકોને એમ કે આ સોનગઢનું છે. ભાઈ ! આ તો અનંતા તીર્થકરોની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે.
* ગાથા ૧૫૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે.” એટલે શું? કે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે. એનું જે નિર્મળ સ્વભાવપરિણમન તે મોક્ષનું કારણ છે. સ્વભાવ મોક્ષસ્વરૂપ જ છે ને? તેથી સ્વભાવનું જ્ઞાનભાવરૂપ જે પરિણમન તે મોક્ષનું કારણ છે.
અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભભાવરૂપ શુભકર્મો કાંઈ મોક્ષનું કારણ નથી.'
વ્રત, નિયમ, શીલ, તપ આદિ બધુંય રાગ હોવાથી અજ્ઞાનરૂપ પરિણમન છે અને તે બંધનું કારણ છે. ટીકામાં ‘કર્મ' શબ્દ વાપર્યો હતો એનો અહીં ખુલાસો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com