________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
વડે), [રિત: વિમા કૃત્વા] ચોતરફથી વિભાગ કરીને (-સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને), [ રૂટું નિર્મનન્ ભવજ્ઞાનમ્ ઉતિ] આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; [ ગધુના ] માટે હવે [ કમ્ શુદ્ધ-જ્ઞાન –ોધમ્ અધ્યાસિતા:] એક શુદ્ધ વિજ્ઞાનઘનના પંજમાં સ્થિત અને [ દ્વિતીય-બુતા:] બીજાથી એટલે રાગથી રહિત એવા [સત્ત:] હું પુરુષો! [ મો ધ્વર્] તમે મુદિત થાઓ.
ભાવાર્થ- જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પુગલવિકાર હોવાથી જડ છે; પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઇ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ-ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા-આકુળતારૂપ સંકલ્પવિકલ્પ-ભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે “પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી”. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે “હે સપુરુષો! હવે તમે મુદિત થાઓ”. ૧ર૬.
સંવર અધિકાર
મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુતિ વ્રત પાળી; સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.''
શરૂઆતમાં પંડિત જયચંદજી માંગલિક કરે છે કે મોહ અર્થાત મિથ્યાત્વ, રાગ અને દ્વેષને દૂર કરીને તથા નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તિ અને નિશ્ચય વ્રત પાળીને જેણે આત્માને સંવરમય એટલે ચૈતન્યની નિર્મળ પરિણતિરૂપ કર્યો છે તેને મનમાં (-જ્ઞાનમાં) લક્ષમાં લઈને નમન કરું છું. જેણે પરમાત્મપદ ગ્રહણ કર્યું અને પોતાના આત્માને પવિત્ર સંવરમય કર્યો તેને મનમાં ધારણ કરીને નમું છું એમ કહે છે.
આ ભેદજ્ઞાનનો અલૌકિક અધિકાર છે. આ અધિકારની શરૂઆત કરતાં કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ પ્રથમ “૩ૐ નમઃ” કરી અધિકાર શરૂ કર્યો છે. રાગથી ભિન્નત્વ અને સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરતું જે ભેદજ્ઞાન તેનો વિસ્તાર કરતા અધિકારમાં “ૐ નમ:' પ્રથમ કર્યું. શાસ્ત્રના બીજા અધિકારમાં આ શબ્દ નથી. હવે
પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે “હવે સંવર પ્રવેશ કરે છે.' આગ્નવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com