________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ]
[ ૩૬૫
ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે:
* કળશ ૧૨૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
જુઓ તો ખરા આ કેવું માંગલિક કર્યું છે! કહે છે-“સંસાર-વિરોધ-સંવર-નયઅવન્તિ-અવનિત-મwવ-જેવારત' અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગવિત થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી...
જુઓ, અનાદિથી મિથ્યાત્વ અને રાગદ્વેષે સંવરને ઉત્પન્ન થવા દીધો નથી તેથી આમ્રવને ગર્વ થયો છે કે-અનાદિકાળથી ( નિગોદથી માંડીને ) મેં મોટા મોટા ૨ પાડ્યા છે. મોટાં રાજપાટ અને હજારો રાણીઓ છોડી જૈનનો દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈ જંગલમાં રહ્યો એવા માંધાતાઓને પણ મેં (-આસ્રવે) પછાડ્યા છે-જીતી લીધા છે. દ્રવ્યલિંગી મુનિએ પંચમહાવ્રત, ગુતિ, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ છે તેના પ્રેમમાં સંવરને ઉત્પન્ન થવા ન દીધો એટલે ત્યાં આસ્રવનો જય થયો. દ્રવ્યલિંગી મુનિ પંચમહાવ્રત આદિ રાગની ક્રિયામાં સંતુષ્ટ થઈ મને સંવર થાય છે એમ આસવની ક્રિયામાં સંવર માની એમાં ગર્વિત થયો અને પડ્યો; સંવર થયો નહિ તો આસ્રવ જીત્યો.
આમ અનાદિકાળથી જે એકાંત-ગવિત થયો છે એવા આસ્રવનો તિરસ્કાર કરવાથી “પ્રતિનિધ્ધ-નિત્ય-વિનય સંવર' જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને “સમ્પાય' ઉત્પન્ન કરતી, “પરરુપત: વ્યાવૃત્ત' પરરૂપથી જુદી ‘ળ્યોતિ:' જ્યોતિ “૩ઝૂમત' પ્રગટ થાય છે, ફેલાય છે.
અહીં એમ કહે છે કે-આસ્રવનો નાશ કરી જે સંવર પ્રગટ થયો તે હવે મોક્ષદશા પ્રગટ થાય ત્યાં સુધી પાછો હુઠવાનો નથી એવો વિજય સંવરે પ્રાપ્ત કર્યો છે. રાગથી પૃથક થઈ જે એણે આસ્રવને જીત્યો તે જીવ સદાય રહેશે એમ આ પંચમઆરાના મુનિવર કહે છે. અમારો ભગવાન જે આનંદનો નાથ એને અમે પકડયો છે અને તેને અનુભવીને અમે જે સંવર પ્રગટ કર્યો છે તે હવે પડશે નહિ; દ્રવ્ય પડે તો સંવાર પડે. (દ્રવ્ય અવિનાશી છે તેથી સંવર હવે પડશે નહિ). અમોએ હવે શાશ્વત વિજય મેળવ્યો છે, હવે અમને આસ્રવ ઉત્પન્ન થશે નહિ.
આમ તો સમ્યગ્દર્શન પામીને કોઈ જીવ પડે છે એમ આસ્રવ અધિકારની ટીકામાં આવી ગયું છે. પણ અમે પડવાના નથી એમ અપ્રતિહત ઉપાડથી અહીં વાત કરી છે. બેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનમાં આવ્યું છે ને? ક્ષાયિકના બે પ્રકાર છે-એમ સીધું ક્ષાયિક અને બીજું જોડણી ક્ષાયિક; એટલે વર્તમાનમાં ક્ષાયિક સમકિત નથી પણ એ ક્ષયોપશમ સમકિત ક્ષાયિકમાં જ જવાનું, પડવાનું નહિ. અહીં એ શૈલી છે. જોડણી ક્ષાયિક છે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com