________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ]
[ ૩૬૩
| (શાર્દૂનવિક્રીડિત) चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभाग द्वयोरन्तारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। १२६ ।।
વળી વિશેષ સમજાવવામાં આવે છે-જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (આકાશનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશકય જ હોવાથી) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી (-ફાવી શકતી નથી. ઠરી જાય છે, ઉદ્ભવતી નથી); અને તે નહિ પ્રભવતાં, “એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે” એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી. એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, “એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે' એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પરઆધારાધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે.
આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ
થયું.
ભાવાર્થ:- ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ-એ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં. કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારાધેયસંબંધ નથી; દરેક વસ્તુને પોતપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું (ભાવકર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્ધઃ- [ વૈદ્રષ્ય નડતાં ૨ વઘતોજ્ઞાનસ્થ રાસ ] ચિદ્રુપતા (ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ- [ઢયો.] એ બન્નેનો, [ સન્ત:] અંતરંગમાં [વા -વારોન] દારુણ વિદારણ વડ (અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com