________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ર ]
ચન રત્નાકર ભાગ-૬
अष्टविकल्पे कर्मणि नोकर्मणि चापि नास्त्युपयोगः। उपयोगे च कर्म नोकर्म चापि नो अस्ति।।१८२।। एतत्त्वविपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य। तदा न किञ्चित्करोति भावमुपयोगशुद्धात्मा।। १८३।।
ક્રોધાદિકમાં [ wોડ ઉપયો:] કોઈ ઉપયોગ [ નાસ્તિ] નથી; [૨] વળી [ શોધ:] ક્રોધ [ શોધે ઈવ દિ] ક્રોધમાં જ છે, [ ૩પયો] ઉપયોગમાં [ 47] નિશ્ચયથી [ શોધ:] ક્રોધ [ નાસ્તિ] નથી. [ કવિત્વે ળિ] આઠ પ્રકારનાં કર્મ [૨ ]િ તેમ જ [નોર્મfm ] નોકર્મમાં [૩૫યોT:] ઉપયોગ [ નાસ્તિ] નથી [] અને [૩પયો] ઉપયોગમાં [ *] કર્મ [ ] તેમ જ [નોર્મ ] નોકર્મ [ નો મસ્તિ] નથી.- [9તત્ તુ] આવું [વિપરીd] અવિપરીત [જ્ઞાન] જ્ઞાન [એવા તુ] જ્યારે [ નીવચ્ચ] જીવને [ મવતિ ] થાય છે, [ તવા] ત્યારે [ ઉપયોગશુદ્ધાત્મા] તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા [ બ્રિશ્ચિત્ ભાવ ] ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને [ ન કરોતિ ] કરતો નથી.
ટીકા:- ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (-રહેલું) છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે; ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે. (જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણનક્રિયા આધાર છે. જાણનક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે.) વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા હોવાથી (અર્થાત્ જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) તેમને પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ ( જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી; કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાકિને) આધારાધેયપણું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com