________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫૫
अथ परमार्थमोक्षहेतुं तेषां दर्शयति
जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं। रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो।। १५५ ।।
जीवादिश्रद्धानं सम्यक्त्वं तेषामधिगमो ज्ञानम्। रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः ।। १५५ ।।
હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ (ખરું મોક્ષનું કારણ ) બતાવે છે:
જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫.
ગાથાર્થ:- [ નીવાશ્રિદ્ધાનં] જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન [ સચવā] સમ્યકત્વ છે, [ તેષાત્ ધિરામ: ] તે જીવાદિ પદાર્થોનો અધિગમ [ જ્ઞાનમ્] જ્ઞાન છે અને [RI[વિપરિદરy ] રાગાદિનો ત્યાગ [વર] ચારિત્ર છે;- [N: 1] આ જ [ મોક્ષપથ: ] મોક્ષનો માર્ગ છે.
ટીકાઃ- મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં, સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન ( –પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.
ભાવાર્થ:- આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી “સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે' એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે–એમ કહેવામાં કાંઇ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદવે જ્ઞાનસ્વરૂપ આત્માને “જ્ઞાન” શબ્દથી કહ્યો છે.
સમયસાર ગાથા ૧૫૫ : મથાળું
હવે એવા જીવોને પરમાર્થ મોક્ષનું કારણ (ખરું મોક્ષનું કારણ ) બતાવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com