________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૫ ]
[ ૧૧૫
* ગાથા ૧૫૫ : ટીકા ઉપરનું પ્રવચન *
મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.” તત્ત્વાર્થસૂત્રમાં પહેલું સૂત્ર છે ને કે- સ ર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ક:-મોક્ષનો માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; અને સંસારમાં રખડવાનો માર્ગ મિથ્યાદર્શન-જ્ઞાન અને અવ્રત છે. ( મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર છે.)
પ્રશ્ન:- અવ્રતના પાપભાવ કરતાં વ્રતના શુભભાવ તો સારા ને?
ઉત્તર:- બે ય સમાન છે. ચોરાસીના અવતાર-જે નરક-નિગોદના ભવ, કીડા, કાગડા અને કંથવાના ભવ-એ સર્વનું કારણ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાઆચરણ છે. મિથ્યાત્વ સહિત સર્વ આચરણ મિથ્યાચારિત્ર છે. એથી વિરુદ્ધ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર છે. આવી વાત છે. હવે કહે છે
તેમાં, સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે.”
દિલ્હીમાં આ ગાથાની ચર્ચા નીકળી હતી. તેઓ કહે-ગાથામાં “નીવાલીસ૬i સમ્મત્ત'-જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમકિત છે એમ કહ્યું છે. ત્યારે કહ્યું કે અહીં એટલો માત્ર અર્થ નથી. ટીકા જુઓ; ટીકામાં જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું સમકિત કહ્યું છે. ઝીણી વાત છે. પ્રભુ!
આત્માવલોકનમાં આવે છે કે-વીતરાગદેવની જે પ્રતિમા છે તે પ્રતિમા સ્થિર બિંબ છે, હાલતી ચાલતી નથી અને આંખની પાંપણેય ફરકતી નથી. આવી સ્થિર-સ્થિર જિનપ્રતિમા દેખીને એમ વિચાર આવે છે કે વીતરાગને પહેલાં જે રાગ હતો તે રાગ ટળીને વસ્તુ જે વીતરાગસ્વભાવે હતી તે, તેવી વીતરાગ રહી ગઈ. એટલે કે વીતરાગની મૂર્તિ હોય કે સાક્ષાત્ વીતરાગ પરમેશ્વર હોય, બેયને દેખીને આવો વિચાર થવો જોઈએ કે ભગવાનને પહેલાં જે દયા, દાન, વ્રત, પૂજા, ઉપવાસ ઇત્યાદિના શુભરાગના જે વિકલ્પ હતા કે જેને લોકો અત્યારે ધર્મ માને છે તે નીકળી ગયા અને વીતરાગ સ્થિર બિંબ જે પોતાનું હતું તે રહી ગયું. ભગવાનમાં જે વીતરાગપણું છે તે પોતાની વસ્તુ છે. રાગ જે પોતાનો નહોતો તે નીકળી ગયો. અરે ! આમ છે છતાં લોકો અત્યારે રાગને ધર્મ માને છે! (ખેદની વાત છે ).
અત્યારે લોકો આ સામાયિક, પોસા ને પ્રતિક્રમણ કરે છે ને? ભાઈ ! એ ધર્મ નથી, એ તો બધો રાગ છે. ભાઈ ! આત્માનુભવ વિના જેટલા કોઈ પરિણામ થાય છે તે બધા રાગાદિ જ છે, ધર્મ નથી.
ભગવાન સર્વજ્ઞ વીતરાગદેવ છે તેમને હિંસાદિના જેમ પરિણામ નથી તેમ અહિંસાદિ વ્રતના શુભરાગના પરિણામેય નથી. એ બધા રાગના પરિણામ તો કૃત્રિમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com