________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
| [ ૧૯૯
વીતરાગને કર્મધારા હોતી નથી, એકલી જ્ઞાનધારા છે; મિથ્યાષ્ટિને જ્ઞાનધારા હોતી નથી, એકલી કર્મધારા હોય છે. અહા ! જેને ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો ચૈતન્યપ્રકાશ પર્યાયમાં પ્રગટયો નથી એવા મિથ્યાત્વી જીવને એકલી કર્મધારા-રાગધારા વર્તે છે. તેને કેવળ બંધ જ છે. અહીં સાધકને બેય ધારા સાથે હોય છે એની વાત છે. સાધકને-જ્ઞાનીને જે શુભઅશુભ ભાવ આવે છે તે બંધનું કારણ બને છે. એને જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના ભાવ વર્તે છે તે બંધનું કારણ બને છે. મોક્ષનું નહિ. જે બંધનું કારણ છે અને જે ય છે તે મોક્ષનું સાધન કેમ હોય? (ન હોય).
પ્રશ્ન:- પંચાસ્તિકાયમાં એને સાધન કહ્યું છે ને?
ઉત્તર- એ તો ધર્મીને એવા શુભભાવ નિશ્ચયધર્મની સાથે સહવર્તી હોય છે એનું જ્ઞાન કરાવવા અને ઉપચારથી સાધન કહ્યું છે. ખરેખર એ સાધન નથી. નિશ્ચયથી જેને સ્વરૂપની દષ્ટિ અને અનુભવ થયાં છે એવા જીવને બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય છે. એ રાગને વ્યવહારથી વ્યવહાર સમકિત કહ્યું છે પણ તેથી કાંઈ એ સમકિત નથી. એ તો રાગ જ છે અને બંધનું જ કારણ છે. ભાઈ ! જેટલું સ્વાવલંબન પ્રગટયું છે એટલો સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગ છે અને જેટલો પરાવલંબી ભાવ છે તે ચાહે તો ભગવાનની ભક્તિરૂપે હો, કે વ્રતતપરૂપે હો, એ પરાવલંબી ભાવ બંધનું જ કારણ છે, મોક્ષનું સાધન નથી. એને સાધન કહેવું એ તો ઉપચારમાત્ર છે. નિશ્ચય અને વ્યવહારનું બધે આ પ્રમાણે લક્ષણ સમજવું. મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિત પ્રવર ટોડરમલજીએ આનો સરસ ખુલાસો કર્યો છે. (પાનું ૨૫૩૨૫૫-૨૫૬).
શ્રીમદ રાજચંદ્ર આત્મસિદ્ધિમાં કહ્યું છે કે –“એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” પરમાર્થનો પંથ એક જ હોય. પોતાની શુદ્ધ ચૈતન્યસ્વભાવમય જે વસ્તુ તેનું અવલંબન-આશ્રય લેવાથી જે દશા પ્રગટ થાય તે એક જ મોક્ષનો માર્ગ છે. બે મોક્ષમાર્ગ છે જ નહિ. એનું તો નિરૂપણ હોય છે, પણ એમાં એક તો યથાર્થનું નિરૂપણ છે અને બીજું આરોપિત કથન છે. બે મોક્ષમાર્ગ માનવા એ તો ભ્રમ છે.
ત્યારે કોઈ પંડિત વળી અત્યારે એમ કહે છે કે બે મોક્ષમાર્ગ ન માને એ ભ્રમ છે. અરે ભગવાન! તું આ શું કહે છે? તારા હિતની વાત તો અહીં આ કહી છે કે “જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રત-નિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં કર્મબંધનું કારણ છે.”
સમકિતીને પાંચમે ગુણસ્થાને તીર્થકર જેવાને પણ અશુભભાવ હોય છે. ઉત્તર પુરાણમાં પાઠ છે કે-કોઈ તીર્થકર ચક્રવર્તી કે કામદેવ હોય તે આઠમા વર્ષે પંચમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com