________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૨ |
[ ર૭પ
(શાર્દૂત્તવિવ્રીહિત) संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन्नात्मा नित्यनिराम्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।। ११६ ।।
જાણી અને આચરી શકે છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે-જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. આ જ માર્ગ દર્શન-જ્ઞાનચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસ્રવ છે.
જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાચારિત્રમોહનો) રાગ હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાગ્નવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાગ્નવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષાથી સમજતાં એ સર્વ કથન યથાર્થ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ માત્મા યુવા જ્ઞાની ચાત્ તવા] આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, [ સ્વયં] પોતે [ નિવૃદ્ધિપૂર્વમ્ સમ રાT] પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને [ગનિશ ] નિરંતર [ સંન્યરચન] છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો, [ગવુદ્ધિપૂર્વમ્] વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે [તે કપિ] તેને પણ [ નેતું] જીતવાને [ વારંવારમ્] વારંવાર [ સ્વશ$િ સ્પૃશન] (જ્ઞાનાનુભવનરૂપ) સ્વશક્તિને સ્પર્શતો થકો અને (એ રીતે) [ સનાં પૂરવૃત્તિમ્ ઇવ છિન્દ્રન] સમસ્ત પરવૃત્તિને-પરપરિણતિને-ઉખેડતો [ જ્ઞાનચ પૂf: ભવન ] જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, [ દિ] ખરેખર [ નિત્યનિરાવ: ભવતિ ] સદા નિરાસ્રવ છે.
ભાવાર્થ- જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાસ્રવ જ કહેવાય છે.
પરવૃત્તિ (પરપરિણતિ) બે પ્રકારની છે-અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com