________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
જ્ઞાન એટલે ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન જ્ઞાન જેને આત્મજ્ઞાન કહે છે, અને જે અતીન્દ્રિય આનંદ સહિત હોય છે. છઠ્ઠઢાળામાં કહ્યું છે ને કે
મુનિવ્રત ધારી અનંતવાર ગ્રીવક ઉપજાયો, û નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.’’
66
પાંચ મહાવ્રત અને ૨૮ મૂલગુણ અનંતવા૨ પાળ્યાં ને નવમી ત્રૈવેયક સુધી ગયો પણ આત્મજ્ઞાન કર્યું નહિ તેથી અંશ પણ નિરાકુળ આનંદ ન મળ્યો. અહીં જેના વિના નિરાકુળ આનંદ ન ઉપજે એ આત્મજ્ઞાનને જ્ઞાન કહ્યું છે. ભાઈ! પંચમહાવ્રતના પરિણામ એ આસ્રવ છે તેથી દુ:ખરૂપ છે. સમ્યજ્ઞાન જ મોક્ષના કારણરૂપ, સુખરૂપ છે. બાપુ! આ વીતરાગ પરમેશ્વરનો માર્ગ આખી દુનિયાથી બહુ જુદો છે.
અહાહા...! ભગવાન ચૈતન્યદેવ આનંદમૂર્તિ પ્રભુ આત્મા સદાય અંદર વિરાજમાન છે. તેની સન્મુખ થઈ એમાં જ ઢળીને જે જ્ઞાન ઉત્પન્ન થાય તે આત્મજ્ઞાન છે. આ આત્મજ્ઞાન આનંદ અને વીતરાગતા સહિત છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સ્વભાવ એટલે અહીં ત્રિકાળીની વાત નથી, પર્યાય જે સભ્યજ્ઞાનરૂપ છે એની વાત છે. અહીં કહે છે -તેને રોકનારું અજ્ઞાન છે. તે (અજ્ઞાન) પોતે કર્મ જ છે એટલે વિકારી ભાવ જ છે, આત્મસ્વભાવ નથી. તેના ઉદયથી એટલે અજ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાન કહેતાં આત્માને અજ્ઞાનીપણું થાય છે. આ પ્રમાણે
મિથ્યાત્વ અને અજ્ઞાન એ મોક્ષમાર્ગથી વિપરીતભાવ છે એમ બે બોલ થયા.
હવે ચારિત્રનો ત્રીજો બોલ :-અહાહા...! પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મામાં રમણતા કરવી, એમાં ચરવું એને ચારિત્ર કહીએ. સમયસાર નાટકમાં આવે છે કે
‘‘ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધસમાન સદા પદ મેૌ,
મોહ મહાતમ આતમઅંગ, કિયૌ પરસંગ મહા તમ ઘેરૌ; ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહૌં ગુન નાટક આગમ કેરૌ, જાસુ પ્રસાદ સઐ સિવમારગ, વેગિ મિટૈ ભવવાસ બસેરો.
આમાં બનારસીદાસ એમ કહે છે કે-જેની કોઈ ઉપમા નથી અને જે અમૂર્ત છે એવું ચૈતન્યનું જાગૃતસ્વરૂપ, જ્ઞાતા-દષ્ટાનું સ્વરૂપ તે સદાય સિદ્ધસમાન એવું મારું પદ છે. પરંતુ મોહરૂપી મહાઅંધકારનો સંગ કરવાથી હું આંધળો બની રહ્યો હતો; એટલે કે રાગ અને પુણ્યનો સંગ કરવાથી હું મારું નિજપદ જાણી શકતો નહોતો. હવે મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે. અહાહા..! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભભાવથી-રાગથી રહિત મારી શુદ્ધ ચૈતન્યમય ચીજ છે અને તે એકના આશ્રયે જ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com