________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૧૭૯
તેમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે એવું મને ભાન થયું છે. અહો ! આવી જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ હોવાથી હું આ નાટક સમયસાર ગ્રંથ કહું છું. કેમકે એના પ્રસાદથી મોક્ષમાર્ગની સિદ્ધિ થાય છે અને સંસારનો નિવાસ-જન્મમરણ છૂટી જાય છે.
રોટલા ખાય છે ને ? એ તો કહેવાય એમઃ બાકી જીવ રોટલા ખાતો-ભોગવતો નથી. રોટલા તો જડ છે. શું જડને આત્મા ખાય? એ તો બધી જડની ક્રિયા છે, આત્માની નહિ. પણ એના તરફનો જે રાગ કરે છે તે રાગને જીવ ખાય છે, ભોગવે છે. આ મહેસૂબ ઠીક છે, રસગુલ્લાં ઠીક છે, સ્ત્રીનું શરીર ઠીક છે, ઇત્યાદિ જે રાગ કરે છે તે રાગને તે ભોગવે છે. શરીરને કે પર પદાર્થને આત્મા ત્રણકાળમાં ભોગવતો નથી. ભગવાન આત્મા શરીરાદિ પર પદાર્થોને ત્રણકાળમાં અડતોય નથી તો તેમને તે કેમ ભોગવે? પરંતુ ભોગના કાળે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ભૂલીને, આ ઠીક છે એવો જે રાગ કરે છે તેને તે ભોગવે છે.
અહીં એનાથી બીજી વાત છે. અહીં કહે છે-સ્વરૂપમાં રમણતારૂપ જે ચારિત્ર પ્રગટ થયું તે ચારિત્રમાં અતીન્દ્રિય આનંદને ભોગવે છે. ચારિત્ર એને કહીએ જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું હોય. અહાહા...! ભગવાન આત્મા એકલા આનંદની ખાણ છે. એની પર્યાયમાં આનંદની પ્રકૃષ્ટ ધારા વહેવી તે ચારિત્ર છે. ભગવાન કુંદકુંદાચાર્યદવે પાંચમી ગાથામાં કહ્યું છે કે હું મારા નિજ વૈભવથી શુદ્ધાત્મા બતાવીશ. કેવો છે તે નિજ વૈભવ? કે જેમાં પ્રચુર સ્વસંવેદન, આનંદનું ઉગ્રવદન થયેલું છે એવા અનુભવથી મુદ્રિત છે. જુઓ, આ આત્માનો વૈભવ! આ પાંચ-પચાસ કરોડનું ધન હોય એ આત્માનો વૈભવ નથી. એ તો માટી-ધૂળ છે. વળી ખૂબ પુણ્ય ઉપજાવે એ પણ આત્માનો વૈભવ નથી, કેમકે એ તો રાગ છે, આકુળતા છે એમાં આનંદ કયાં છે? (નથી). ત્રિકાળ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવાથી પ્રચુર અતીન્દ્રિય આનંદ જેની મહોર-મુદ્રા છે એવો જે અનુભવ પ્રગટ થાય તે આત્માનો વૈભવ છે અને તે ચારિત્ર છે. આવું ચારિત્ર મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવ કહ્યો તે પર્યાયની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી.
અહીં કહે છે-“ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે.'
જુઓ, આ શુભાશુભ ભાવ છે તે ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી ભાવ છે. આ શરીરનું નગ્નપણું છે એ તો જડ માટીની-પુદ્ગલની દશા છે. અને મહાવ્રતાદિના જે શુભભાવ છે તે આસ્રવ છે. હવે એ આસ્રવ છે એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સિદ્ધસમાન પોતાનું જે સ્વરૂપ છે તે સ્વરૂપમાં રમણતા કરતાં ઉત્પન્ન થતો પોતાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com