________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
સમરસીભાવરૂપ પરિણામ છે, અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર કષાય એટલે શુભાશુભભાવ છે. આ વ્રતાદિના શુભભાવ છે તે ચારિત્રના રોકનાર છે. શુભભાવનો વ્યવહા૨ કહો, કષાય કહો કે ચારિત્રનો વિરોધી પરિણામ કો-એ બધું એકાર્થવાચક છે. હવે આમ છે છતાં કેટલાક કહે છે-શુભભાવથી ચારિત્ર થાય છે. પણ જે ચારિત્રને રોકનાર છે તે ચારિત્રને ઉત્પન્ન કેવી રીતે કરે? ભાઈ! પુણ્યના ભાવ, શુકલલેશ્યાના પરિણામ તો તેં અનંતવાર કર્યા અને નવમી ત્રૈવેયક ગયો. પણ તેથી શું? અભવીને પણ શુકલ લેશ્યાના પરિણામ તો હોય છે. એ કયાં મોક્ષના કારણરૂપ ચારિત્ર છે? અહીં તો કહે છે-એ (શુભભાવ ) ચારિત્રને રોકના૨ ચારિત્રના વિરોધી છે. ભગવાનનો-જિનેશ્વરદેવનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આવી વાત દિગંબર સિવાય બીજે કયાંય નથી.
પરમાત્મા ત્રિલોકનાથ કહે છે કે-આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ સદાય સિદ્ધ સમાન પરમેશ્વર છે; હમણાં પણ હોં. સિદ્ધમાં જેમ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ પ્રગટ છે તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વભાવ સદા વિધમાન છે. આવા સ્વભાવમાં અંતર્લીન થઈ ૨મવું અને પ્રચુર આનંદનો અનુભવ કરવો એનું નામ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષનું કારણ છે. તેને રોકનારો કષાય છે. ક-એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે.
શુભભાવ છે તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે, કેમકે જગપંથ છે ને? સમયસાર નાટકમાં મોક્ષદ્વા૨માં ૪૦ મા પદ્યમાં કહ્યું છે કે
66
‘તા કારણ જગપંથ ઇત, ઉત શિવમારગ જોર પરમાદી જગકોં કૈ, અપ૨માદી સિવ ઓર.''
પંચમહાવ્રતના શુભરાગનો વિકલ્પ જગપંથ એટલે સંસારપંથ છે. એનાથી ભિન્ન જે આત્માનો અનુભવ છે તે મોક્ષનું કારણ છે.
ભાઈ ! અનંતકાળ પરિભ્રમણ કરતાં ગયો પણ હજી ભવનો અંત ન આવ્યો. ભવભવ-ભવ; કદીક મનુષ્યના તો કદીક તિર્યંચના તો કદીક દેવના ને કદીક નરકના-એમ દરેકના અનંત-અનંત ભવ કર્યા પણ રે! જન્મ-મરણનો અંત ન આવ્યો! ઘણાં પાપ કરે તો નરકમાં જાય, માયા-કપટ કરે તો તિર્યંચમાં–ઢોરમાં જાય, કદીક કષાયની મંદતા અને સ૨ળ પરિણામ ધરે તો મનુષ્ય થાય, અને વ્રત, તપ, શીલ આદિના વિશેષ શુભપરિણામ કરે તો દેવ થાય. પણ એ ચારે ગતિ સંસાર છે, દુઃખરૂપ છે. દેવને પણ એનું સુખ વિષયને આધીન હોવાથી દુ:ખ જ છે. વિષય-ભોગના પરિણામ છે તે રાગ છે અને રાગ છે એ દુ:ખ જ છે.
આત્મા અંદર એકલા આનંદનું ધામ છે. એ પરમાં સુખ શોધવા જાય છે એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com