________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
મોહરા'—જેણે અંતરમાંથી મોહભાવ અર્થાત્ મિથ્યાત્વભાવને દૂર કર્યો છે એટલે કે રાગનો અને પરનો પક્ષ છોડી દીધો છે-જુઓ, આટલી પરની અપેક્ષા આવી કે નહિ? નિશ્ચયમાં આવ્યો છે ત્યારે વ્યવહારની ઉપેક્ષા કરી એટલી અપેક્ષા એમાં આવી કે નહિ? ( અર્થાત્ વ્યવહારની એટલે કે પરની ને રાગની ઉપેક્ષા કરી, એમાં જ વ્યવહારનયની અપેક્ષા આવી ગઈ માટે એકાંત નથી.) પંડિત શ્રી ફૂલચંદજીએ “જૈન તત્ત્વ-મીમાંસા'માં આનો સરસ ખુલાસો કર્યો છે. અહીં તો સ્વર્ય ઉદય પામે છે “સ્વયં ઉત્તિ ' એના પર જોર (વજન) છે.
* કળશ ૧00: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું.” શું કહ્યું! જેમ નાટકમાં એક જ પુરુષ બે પાઠ ભજવે ત્યાં બન્ને વેશમાં પુરુષ તો એક જ છે. તેમ કર્મ પુણ્યરૂપ હોય કે પાપરૂપ હોય, બેય કર્મ તો એક જ જાત છે, બન્નેય દુઃખરૂપ છે, બન્નેય બંધનું કારણ છે.
ત્યારે કોઈ કહે છે બન્નેના ફળમાં ફેર છે ને!
સમાધાન:- ભાઈ! બન્નેનું ફળ પણ એક જ છે. બન્નેય સંયોગ આપે છે. પુણ્ય સ્વર્ગાદિનું ફળ આપે અને પાપ નરકાદિ આપે પણ એ બધી ગતિ દુ:ખરૂપ સંસાર જ છે.
અહીં કહે છે કે અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું. ભાઈ ! પુણ્ય હો કે પાપ હો, શુભભાવ હો કે અશુભભાવ હો, બન્નેનો એક જ પ્રકાર છે. બન્ને બંધનનું કારણ છે. બેમાંથી એકેય ધર્મનું કે મોક્ષનું કારણ નથી. અજ્ઞાનથી ઠીક-અઠીકપણે કર્મ બે પ્રકારનું દેખાતું હતું તે શુદ્ધ ચૈતન્યસ્વભાવના જ્ઞાનદ્વારા એકપણે દેખાડવામાં આવ્યું. એટલે કે જ્ઞાન થતાં બન્નેય કર્મ બંધસ્વરૂપ એકરૂપ છે એમ ભાસવા માંડયું.
હવે કહે છે-“જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું.”
આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છે. તેની દશામાં અનાદિથી મોહરૂપી રજ લાગી હતી અર્થાત્ મિથ્યાત્વનો ભાવ થઈ રહ્યો હતો. એ મિથ્યાત્વની દશામાં કર્મ (પુણ્યપાપરૂપ) બે પ્રકારે દેખાતું હુતું. પરંતુ નિજ સ્વરૂપની સન્મુખતા દ્વારા મોહભાવ દૂર કરવામાં આવ્યો ત્યારે યથાર્થ જ્ઞાન થયું. ઠીક-અઠીક એમ બે-પણારૂપે દેખાતું કર્મ હવે બંધપણે એકરૂપ ભાસવા માંડયું.
જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com