________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૫ ]
[ ૧૧
જાણવું.' મતલબ કે ભગવાન આત્મામાં (પર્યાયમાં) જે પુણ્ય-પાપના ભાવ થાય તેથી બંધન થાય છે. તે બંધન વાદળાંની જેમ આવરણરૂપ છે. આ પુણ્ય-પાપના ભાવ આત્માને આવરણનું કારણ છે. એને દૂર કરીને એટલે કે શુભાશુભભાવને દૂર કરીને જ્ઞાનની નિર્મળ પર્યાયદ્વારા આત્માનો જ્ઞાનપ્રકાશ થવાથી આત્મા ચંદ્રની પેઠે શીતળ શાંત-શાંત-શાંત અત્યંત શાન્ત ઉજ્જ્વળ પ્રકાશે છે.
જુઓ, પુણ્ય-પાપના બન્ને ભાવ અશાંત છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો રાગ અશાંત છે, આકુળતામય છે. આવી વાત આકરી લાગે લોકોને, પણ શું થાય? પુણ્ય-પાપથી રહિત શુદ્ધ જ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માને નિર્મળ ચૈતન્યની પરિણતિ દ્વારા ગ્રહણ કરીને તે એકનો જ અનુભવ કરવો તે ધર્મ છે, તે જ વીતરાગી શાન્તિ છે. આવી વાત છે.
હવે પુણ્ય-પાપના સ્વરૂપના દષ્ટાંતરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૦૧ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
-
( શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો ) ‘y:' એક તો ‘બ્રાહ્મળત્વ-અભિમાનાત્' હું બ્રાહ્મણ છું' એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે ‘વિરાં’ મદિરાને ‘ તૂરાત્ ત્યજ્ઞતિ’ દૂરથી જ છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી. જુઓ, છે તો ચંડાલણીનો દીકરો; પણ બ્રાહ્મણને ત્યાં ઊછર્યો એટલે એને એમ થયું કે–અમે બ્રાહ્મણ છીએ, અમને મદિરા ખપે નહિ, આવા ગૌરવથી તે મદિરાને સ્પર્શતો પણ નથી.
અન્ય: ' બીજો ‘અહમ્ સ્વયં શૂદ્ર: રૂતિ' હું પોતે શૂદ્ર છું એમ માની ‘તયા વ મદિરાથી જ ‘ નિત્યમ્ સ્નાતિ' નિત્ય સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. શું કહ્યું ? એના હાથ નિત્ય મદિરાથી ખરડાયેલા રહે તોપણ તેને વાંધો નથી. હું શૂદ્ર છું, મને તો દિરા ખપે એમ માની તે નિત્ય મદિરાનું સેવન કરે છે.
4
"
-
‘તૌ દૌ અપિ’ આ બન્ને પુત્રો ‘ત્રિહાયા: જીવાત્ યુનવત્ નિર્નૌ' શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા તેથી ‘ સાક્ષાત્ શૂદ્રો’ (૫રમાર્થે ) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, ‘અપિ = તોપણ ‘નાતિમેવ-ભ્રમેળ' જાતિભેદના ભ્રમ સહિત ‘ ઘરત: ’ તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. જે બ્રાહ્મણને ત્યાં ઊછર્યો છે તે પણ છે તો શૂદ્રાણીનો જ પુત્ર અને તેથી શૂદ્ર જ છે. તોપણ બન્ને જાતિભેદના ભ્રમ સહિત આચરણ કરે છે. આ દષ્ટાંત છે. આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું. આનો કળશટીકામાં પંડિત શ્રી રાજમલજીએ ખૂબ સરસ ખુલાસો કર્યો છે.
ત્યાં (કળશટીકા કળશ ૧૦૧માં) કહ્યું છે કે– ‘ કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભકર્મબંધ પણ થાય છે, કોઈ જીવો હિંસા-વિષય-કષાયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com