________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
જ અનુભવે છે. તે કાળે પણ તેને જેટલો આત્માનો આશ્રય છે તેટલી આત્માની શાંતિ પ્રગટ છે. તેને આત્માના આશ્રયે શુદ્ધ પરિણતિ નિરંતર ચાલુ જ છે.
વળી, “જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વેષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ આત્માની ઉપલબ્ધિ થાય છે.” લ્યો, આ સિદ્ધાંત સિદ્ધ કર્યો કે ભેદવિજ્ઞાનથી જ આત્માની પ્રાપ્તિ થાય છે; શુભક્રિયાથી થાય છે એમ નહિ.
બીજે શુભક્રિયાથી થાય છે એમ કહ્યું છે ને ?
કહ્યું છે તો શું આનાથી કાંઈ વિરુદ્ધ હોય? ભાઈ ! ભગવાનની વાણી પૂર્વાપર અવિરુદ્ધ હોય છે. બીજે ઠેકાણે કહ્યું છે એ તો ત્યાં બાહ્ય સહુચર અને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે જ્ઞાનીને આવો રાગ સહુચરપણે હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા નિમિત્તની મુખ્યતા કરીને કથન કર્યું હોય ત્યાં નિમિત્તથી કાર્ય થાય છે એમ ન સમજવું.
[ પ્રવચન નં. ૨૫૫ થી ૨૫૭ ચાલુ
*
દિનાંક ૮-૧ર-૭૬ થી ૧૦-૧ર-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com